દીકરીને MBBS બનાવવાની લાલચમાં પરિવારે 30 લાખ ગુમાવ્યા : ન મળ્યું એડમિશન, ન મળ્યા પૈસા

રાજસ્થાનના એક પરિવારે ત્રીસ લાખ રૂપિયાની પોતાની સાથે થયેલ છેતરપિંડીની ફરિયાદ સુરતના ઉમરા પોલીસ મથકમાં કરી છે.પરિવારે જણાવ્યું કે, દીકરીને ડોક્ટર બનવાની લાલચ આપીને કર્ણાટકની એક કંપનીએ એડમીશન નહીં અપાવી રાતોરાત ઓફીસને તાળા મારી સંચાલકો રફુચક્કર થઈ ગયા છે. લાખો રૂપિયા આપ્યાના એક મહિના બાદ પણ એડમીશન નહી મળતા છેતરપિંડીનો ભોગ બન્યાનો હોવાનો અહેસાસ થયો.

સુરતના ઉમરા પોલીસ મથકે ત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ ટેલેન્ટ એરા નામની ખાનગી કંપની સામે નોંધાઈ છે.આ કંપની દ્વારા કર્ણાટક ખાતે MBBSમાં એડમિશન અપાવવાની લાલચ આપી આ છેતરપિંડી આચરવામાં આવી છે.જ્યાં એડમીશન નહીં અપાવી રાતોરાત ઓફીસને તાળા મારી સંચાલકો રફુચક્કર થઈ ગયા છે. જે અંગે ભોગ બનનારની ફરીયાદ લઈ ઉમરા પોલીસે તપાસ શરૂ કરી છે.શહેરના ડુમસ મગદલ્લા રોડ પર આવેલા લક્ઝરીયા બિલ્ડીંગના છઠ્ઠા માળે 605 નંબરમાં ટેલેન્ટ એરા નામની ખાનગી કંપનીની ઓફીસ આવેલી છે. જ્યાં લોકોને વિવિધ સંસ્થાઓમાં એડમિશન અપાવાની જાહેરાત કરાતી હતી.

વિવિધ સંસ્થાઓમાં એડમિશન અપાવાની જાહેરાત જોઈ રાજસ્થાન પરિવારે પોતાની દીકરીને MBBSમાં એડમિશન અપાવવા ટેલેન્ટ એરા નામની કંપનીનો ફોન સંપર્ક કર્યો હતો. કંપનીના બે સંચાલકો દ્વારા કર્ણાટકની વેહદી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે MBBSમાં એડમિશન અપાવાની ખાતરી આપી કટકે કટકે રૂપિયા 30 લાખ જેટલી જંગી રકમ ફરિયાદી પાસેથી પડાવી લીધી હતી.

લાખો રૂપિયા આપ્યાના એક મહિના બાદ પણ એડમીશન નહી મળતા છેતરપિંડીનો ભોગ બન્યાનો હોવાનો અહેસાસ ફરિયાદીને થયો હતો.જ્યાં રૂપિયા પરત માંગતા લેભાગુ કંપનીના સંચાલકો દ્વારા તેઓને ચેક આપવામાં આવ્યા હતા. પરંતુ અપૂરતા ભંડોળના કારણે ચેક પણ બાઉન્સ થયા હતા.તેમ છતાં અવારનવાર ઉઘરાણી કરવા છતાં ફરિયાદીને પોતાના રૂપિયા લેભાગુ કંપનીએ ચૂકવ્યા ન હતા.જ્યાં આખરે ફરિયાદીએ ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ઉમરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ઓફીસને તાળા મારેલા જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *