મહિલા માટે: ફોનમાં રાખો આ એપ્લીકેશન, મુશ્કેલીના સમયમાં ઈંટરનેટ વગર પણ થશે મદદરૂપ

હૈદરાબાદમાં એક મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ, હત્યા અને બાદમાં મૃતદેહને સળગાવીને ફેંકી દેવાનો મામલો સામે આવ્યો છે. સમગ્ર દેશમાં આ મામલે રોશ જોવા મળી રહ્યો છે. ચારેય તરફથી આરોપીઓને આકરી સજા ફટકારવાની માગણી કરાઈ રહી છે. આ વચ્ચે શુક્રવારે વડોદરામાં પણ એક સગીરા પર બે વ્યક્તિઓ દ્વારા રેપ કરવામાં આવ્યો. ત્યારે અમે તમને કેટલીક એવી ઈમરજન્સી એપ્સ વિશે જણાવીશું જે ફોનમાં રાખવાથી તમને મુશ્કેલીનાં સમયમાં ઉપયોગ સાબિત થઈ શકે છે.

Vith U:

આ એપ્લિકેશન ‘V ચેનલ’ની મદદથી બનાવવામાં આવી છે. ફોનમાં પાવર બટનને બે વખત દબાવવાથી ઈમરજન્સી નંબર પર ઘટના સ્થળ સહિત એલર્ટ મોકલી દે છે. ઉપરાંત એપ દર બે મિનિટ લોકેશન અપડેટ આપતી રહે છે. ઉપરાંત તેમાં સેફ્ટી માટેની પણ કેટલીક ટિપ્સ આપવામાં આવે છે.

Shake to Safety:

આ એપ્લિકેશન યુઝ કરવામાં એકદમ સફળ છે. જેમાં માત્ર ફોન શેર કરવાથી અથવા પાવર બટન ચાર વખત દબાવવાથી મોબાઈલમાં રહેલી એપ્લિકેશન રજીસ્ટર્ડ નંબર્સ પર ઈમરજન્સી SOS મેસેજ અથવા કોલ કરે છે. આ એપ્લિકેશન ઈન્ટરનેટ વગર અને લોક સ્ક્રીનમાં પણ કામ કરે છે. આ એપ તમને ચોરી, અકસ્માત અથવા કુદરતી હોનારત વિશે રિપોર્ટ કરવાની સુવિધા આપે છે.

રક્ષા:

દેશમાં મહિલાઓની સુરક્ષા માટે આ એપ્લિકેશન ફોનમાં ખાસ હોવી જોઈએ. આ એપ્લિકેશન એક બટન દબાવતા જ તમારા કોન્ટેક્ટ નંબરને મેસેજ મોકલી દે છે. આ એપનો અન્ય ફાયદો છે કે એપ્લિકેશન કામ ન કરતી હોય અથવા સ્વિચ્ડ ઓફ હોય તો પણ વોલ્યૂમ બટનને 3 વખત પ્રેસ કરવા પર તે એલર્ટ મોકલી શકે છે.

નિર્ભયા:

આ એપ્લિકેશન ખાસ મહિલાઓ માટે બનાવાઈ છે. મુશ્કેલીની સ્થિતિમાં તે ખૂબ કામની સાબિત થઈ શકે છે. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ ‘પ્રોટેક્ટર’ શબ્દ જોવા મળશે. જેમાં તમે અંગત વ્યક્તિના નંબર સેવ કરી શકો છો. જરૂર સમયે ફોનનું વોલ્યૂમ બટન દબાવવાથી અથવા ત્રણ-ચાર વખત ફોનને શેક કરવાથી પ્રોટેક્ટર નંબર પર મેસેજ થઈ જશે. ઉપરાંત GPS દ્વારા લોકેશન સેન્ડ કરી ‘હેલ્પ મી’ મેસેજ મહત્વના નંબર પર કરી શકો છો. આ એપ દ્વારા વ્યક્તિ નિકટના પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરી શકે છે.

સ્પોટ ઓન સેવ:

કોઈ વખત એવું બને કે સ્માર્ટફોન યુઝ કરવો શક્ય ન હોય. એવા સમયે તમે હાથના કાંડામાં વિંટાળેલો ‘સ્પોટ ઓન સેવ’ પટ્ટો યુઝ કરી શકો છો. આ એપ્લિકેશન મોબાઈલમાં ડાઉનલોડ કર્યા બાદ કાંડા પર ‘સ્પોટ ઓન સેવ’ સેફ્ટી બેન્ડ સાથે કનેક્ટ કરી ઈમરજન્સી નંબર સેવ કરી રાખવો. ત્યારબાદ તમે ફોન સાથે ન હોય તો પણ દુર્ઘટના સમયે મદદ માટે એસએમએસ મોકરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *