Rajkot nique Wedding: રાજકોટનાં કોટડાસાંગાણી તાલુકાનાં રામોદમાં આગામી બુધવારે રામનવમીનાં રોજ અનોખા લગ્ન યોજાશે. જેમાં કાળા કપડામાં જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવશે.કોટડા સાંગાણી તાલુકાના, રામોદ ગામમાં રામનવમી બુધવારે મનસુખ ગોવિંદભાઈ રાઠોડ પરિવારે સદીઓથી ચાલી આવતી માન્યતા-પરંપરાને કોરાણે રાખીને સ્મશાનમાં વરરાજા પરિવારને(Rajkot nique Wedding) ઉતારો આપી, કુરિવાજોને તિલાંજલિ આપવાનો ઐતહાસિક લગ્ન સમારોહ યોજાવાનો છે. તેમાં કન્યા પક્ષના મોભીઓ કાળા વેશ પરિધાનમાં જાનૈયાનું સ્વાગત કરી ઉતારો આપશે. બૌધ્ધ સાથે વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુલક્ષીને લગ્ન સમારોહ રાખવામાં આવ્યો છે.
જાનને કોઈ વાડીમાં નહીં પણ સ્મશાનમાં ઉતારો આપવામાં આવશે
રાજકોટ રામોદ ગામની પાયલ મનસુખભાઈ રાઠોડના લગ્ન જયેશ મુકેશભાઈ સરવૈયા સાથે થશે. જેમાં કમર કોરડાગામથી બુધવારે રામનવમીના રોજ રામોદ ખાતે જાનનું આગમન થશે. આ જાનને કોઈ વાડીમાં નહીં પણ સ્મશાનમાં ઉતારો આપવામાં આવશે.
આ લગ્ન મુહૂર્ત અને ચોઘડિયા વગર ઊંધા ફેરા સાથે કરવામાં આવશે અને લગ્ન દરમિયાન વરરાજાનું સ્વાગત કન્યાઓ કાળા વસ્ત્રો ધારણ કરીને કરશે. સાથે વર કન્યા લગ્ન મંડપમાં સપ્તપદીના બદલે બંધારણનાં સોગંદ લેશે. આમ જૂની પુરાણી માન્યતાઓનું ખંડન કરીને અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવશે. ગ્રામજનો સમજણ પૂર્વક લગ્ન સમારોહ યોજીને અંધશ્રદ્ધાનાને નેસ્ત નાબૂદ કરવા અને સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવા માટે અનોખો પ્રયાસ કરશે.
ભૂત-પ્રેતના સરઘસ સાથે સામૈયું કરશે
વરરાજાની જાન કમર કોટડા નિવાસી મુકેશભાઈ નાજાભાઈ સરવૈયા પરિવારની આવવાની છે.જેમા વરરાજા જયેશભાઇ નું સ્વાગત રામોદની કન્યા પાયલબેન કાળી સાડીના વેશ પરિધાનમાં ભૂત-પ્રેતના સરઘસ સાથે સામૈયું કરશે.વર-કન્યાની લગ્ન વિધિ બૌધ્ધ અને વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુરૂપ યોજાશે. મુર્હુત-ચોઘડીયાને ફગાવી ઊંઘા ફેરા રાખી બંધારણના સોગંદ બોલી શપથ ગ્રહણ કરશે.
જાણો શું કહ્યું જયંત પંડયાએ
જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે બુધવાર તા. 17 મી એ જાથાની ટીમ રામોદ ગામમાં સવારે 8 કલાકે પહોંચી ઐતિહાસિક લગ્ન સમારોહનું સંચાલન કરશે. પ્રારંભમાં સવારે 9 થી 10 એક કલાક સુધી સદીઓ જુની માન્યતાને ખંડન કરી સામૈયું, સ્મશાનમાં ઉતારો સાથે વર્ષો જુની માન્યતાને ફગાવવામાં આવશે. સમજણપૂર્વકનો લગ્ન સમારોહ સાથે અંધશ્રદ્ધાને નેસ્તનાબુદ કરવામાં આવશે. કન્યા પાયલ અને વરરાજા જયેશને લગ્નનું હાર્દ સમજાવી વૈજ્ઞાનિક મિજાજ કેળવવા સંબંધી હકિકત મુકવામાં આવશે. કાળી વસ્તુ, કાળું વસ્ત્ર જ જે અશુભ માનવામાં આવે છે તે છિન્ન મનોવૃત્તિ છે, હકિકત નથી.
દ્રઢ મનોબળ કેળવાય તે સંબંધી આયોજન રાખવામાં આવ્યું છે. મુર્હુત-ચોઘડીયા માનવીએ બનાવેલ છે. કુદરત-પ્રાકૃતિક નિયમ સાથે કશી લેવા-દેવા નથી. લગ્ન સમારોહ આદર્શ દાંપત્યજીવન સાથે દ્રઢ મનોબળ કેળવાય સાથે લગ્નવિધિ સાચી હકિકત-તર્કદ્રષ્ટિ મુકવાનો કાર્યક્રમ છે. દેશમાં સૌને માનવા ન માનવાની બંધારણે અધિકાર આપ્યો છે. તે મુજબ સમગ્ર આયોજન કરવાના છીએ.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App