વધુ એક પેપર લીક…સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમ.4નાં 3 પેપરના પ્રશ્નો થયા લીક; જાણો સમગ્ર મામલો

Saurashtra University Paper Leak: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચાલતી બીસીએ સેમે – 4ની પરીક્ષાનાં પ્રશ્ન પેપરો લીંક થયા હોવાનાં ચોંકાવનારા આક્ષેપો બાદ આ મુદ્દે સવારે 11 વાગ્યે યુનિવર્સિટી આધાર – પુરાવા સાથે રજૂઆત કરવામાં આવનાર હોવાનું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.મામલે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University Paper Leak) ખાતે વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે કુલપતિ ડો. નીલાંબરી દવે, કુલસચિવ સહિતનો ઘેરાવો કર્યો હતો. તાત્કાલિક પોલીસ ફરિયાદ કરવાની માગ સાથે 5 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા ગત તા. 15 એપ્રિલથી જૂદી – જૂદી પરીક્ષાનો પ્રારંભ થયો હતો. જેમાં બીએ, બી કોમ, બીસીએ સહિતની જૂદી જૂદી 40 પરીક્ષાનો પ્રારંભ થયો હતો. આ પરીક્ષામાં બીસીએ સેમે – 4માં 5800 વિદ્યાર્થી નોંધાયા હોવાનું જણાવ્યું હતું. દરમિયાન આજે રાજકોટમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ બીસીએ સેમે – 4ની પરીક્ષાનાં પ્રશ્ન પેપર લીંક થયા હોવાનું જાહેર કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, કોલેજોને જે પ્રશ્ન પેપરો ઓનલાઇન મોકલવામાં આવે છે.

તે પૈકીનાં તા. 16, તા. 18 અને તા. 19નાં પ્રશ્ન પેપર સોશ્યલ મીડિયામાં પરીક્ષા શરૂ થાય. તેના એક કલાક અગાઉ વાયરલ થયા હતા. પેપર લીંકનાં કારણે હોંશિયાર વિદ્યાર્થીઓનું ભાવિ ચિંતાજનક બની રહ્યું હોવાની ફરિયાદો આધાર – પુરાવા સામે મળી છે. સોશ્યલ મીડિયામાં આ પ્રશ્ન પેપર ક્યારે મુકાયું હતું? ક્યાંથી પ્રશ્ન પેપર લીંક થયું? તેની વિગતો અને આધાર 11 વાગ્યે સૌરાષ્ટ્ર યુનિ.નાં પરીક્ષા વિભાગમાં રજૂ કરવામાં આવ્યા હતા.

પરીક્ષા અને પરિણામ એ વિદ્યાર્થીઓના ભવિષ્યનો મહત્વનો અનન્ય હિસ્સો
વાતાવરણ યુનિવર્સિટીના અધિકારીઓ અને સંચાલકો દ્વારા બનાવી દેવામાં આવ્યું છે. આવી જ એક અનન્યાયી અને ભ્રષ્ટાચારની ઘટના સામે આવી છે. પ્રવેશ, પરીક્ષા અને પરિણામ એ વિદ્યાર્થીઓના ભવિષ્યનો મહત્વનો અનન્ય હિસ્સો હોય છે. તેમાં થયેલા ગોટાળા, અન્યાયો સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હંમેશા વિદ્યાર્થીઓ અને શિક્ષણના હિતમાં અવાજ ઉઠાવતું રહ્યું છે.

3 દિવસથી સતત પરીક્ષા પહેલા પ્રશ્નો સોશિયલ મીડિયા પર વાયરલ
તેમના કહ્યા પ્રમાણે આજરોજ સમગ્ર સૌરાષ્ટ્રમાં BCA સેમ-4 ની પરીક્ષાનું સવારે 10:30 કલાકે આયોજન કારયું હતું. પરંતુ તે પહેલા સોશિયમ મીડિયાના એક ગ્રુપના માધ્યમથી વિદ્યાર્થીઓમાં BCA સેમ-4 નું પેપર ફરતું થઈ ગયું હતું. તે ઉપરાંત અગાઉ બે દિવસ અગાઉ તારીખ 16 એપ્રિલના રોજ યોજાયેલી પરીક્ષા C# નું પેપર પણ સોશિયલ મીડિયામાં ફરતું થયું હતું. તેની સાથે ગઈ કાલે યોજાયેલી પરીક્ષા વેબ સર્ચિંગ ટેક્નોલોજી એન્ડ ઓપ્ટીમાઈઝનું પેપર પણ લીક કરવામાં આવ્યુ હતું.

વોટ્સએપ ગ્રુપમાં પેપરના ફોટો વાયરલ થયા હતા
તે ઉપરાંત વિદ્યાર્થી નેતા યુવારજસિંહે મીડિયા સમક્ષ વોટ્સએપ ગ્રુપમાં ફરતા પેપરને લઈ ફોટાઓ પણ પુરાવાઓ શરૂ સ્વરૂપે જાહેર કર્યા હતા. ફોટોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે, પરીક્ષા સંબંધિત પ્રશ્નોને અલગ કાગળ પર લખીને વિદ્યાર્થીને આપવામાં આવ્યા હતા. તે ઉપરાંત આ પ્રશ્નોનું ક્રોસ વેરિફિકેશ કરવા માટે જ્યારે વિદ્યાર્થીઓ પાસે ગયા હતા, ત્યારે ફોટોમાં જે પ્રશ્નો લખવામાં આવેલા હતા, અને પરીક્ષા (Exam Paper) માં પૂછવામાં આવેલા પ્રશ્નો બંને સરખા સાબિત થયા હતા.