દિલ્લીમાં ફેક્ટરીમાં આગ, ૪૦ થી વધુ માસુમ જીવતા ભડથું થઈ ગયા- જુઓ ભયાનક દ્રશ્યો અહી

રાણી ઝાંસી રોડ વિસ્તારમાં અનાજ માર્કેટમાં આવેલી એક ફેકટ્રીમાં રવિવારે સવારે આગ લાગી. આ ઘટનામાં 35 જેટલા લોકોના મોત થયા છે. દિલ્હીના ફાઈર વિભાગના મુખ્ય અધિકારી અતુલ ગર્ગે જણાવ્યું કે અત્યાર સુધીમાં 50થી વધુ લોકોને બચાવાવમાં આવ્યા છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ અનાજ મંડીની એક ઈમારતમાં આગ લાગી હતી, આગ એટલી ભયાનક હતી કે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 30થી વધુ ગાડીઓની મદદ લેવામાં આવી રહી છે. આગના કારણે ઈજાગ્રસ્ત થયેલા લોકોને એલએનજેપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગને કારણે અત્યાર સુધીમાં 50થી વધુ લોકોને બચાવવી લેવામાં આવ્યા છે.

ડેપ્યુટી ફાયર ચીફ અધિકારી સુનીલ ચૌધરીના જણાવ્યા મુજબ, આગ 600 સ્ક્વેર ફુટ પ્લાન્ટમાં લાગી છે. અહીં એક ફેક્ટ્રી છે. જ્યાં સ્કૂલ બેગ્સ, બોટલ અને અન્ય મટિરિયલ રાખવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું- તમામ સબંધિત વિભાગોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તાત્કાલિક જરૂરી પગલા ઉઠાવે.

ફાયર વિભાગના જણાવ્યું મુજબ, આગ આજે વહેલી સવારે  5.22 વાગે લાગી હતી. 30 ફાઈર ફાઈટર્સ આગને ઓલવવા માટે હાલ ઘટના સ્થળે છે. લોકનાયક હોસ્પિટલના મેડિકલ સુપરિડેન્ટન્ટ ડોક્ટર કિશોર કુમારે કહ્યું કે અત્યાર સુધીમાં અમને 14 શબ મળી ચુક્યા છે, ડોક્ટરોની ટીમ સતત ઈજાગ્રસ્તોની દેખરેખ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *