NRC ને લઇ શ્રી શ્રી રવિશંકરે મોદી સરકાર પાસે લોકહિતમાં કરી આ માંગણી

નાગરિકતા સંશોધન બિલ ગઇકાલે મોડી રાત્રે લોકસભામાંથી પાસ થઇ ગયું છે. હવે મોદી સરકાર રાજ્યસભાના ટેબલ પર આ બિલ મૂકશે. એ પહેલાં આજે આધ્યાત્મિક ગુરૂ શ્રીશ્રી રવિશંકરે ભારત સરકાર પાસે આ બિલને લઇ ખાસ માંગણી કરી છે.

શ્રી શ્રી રવિશંકરે સત્તાવાર ટ્વિટર એકાઉન્ટર પરથી માંગણી કરી કે ભારતમાં રહેતા અંદાજે 1 લાખ તામિલ શ્રીલંકનોને ભારતીય નાગરિકતા આપવા પર વિચાર કરે, જે આ દેશમાં છલ્લાં 35 વર્ષથી શરણાર્થી તરીકે રહે છે.

તો બીજીબાજુ પૂર્વોત્તરમાં આ બિલને લઇ ખાસ્સો વિરોધ થઇ રહ્યો છે. સરકારે બિલમાં નોર્થ-ઇસ્ટના રાજ્યોની આશંકાઓને દૂર કરવાનો પ્રયાસ પણ કરી રહાયો છે પરંતુ તેમ છતાંય અસમમાં આ બિલના વિરોધમાં કેટલાંય વિદ્યાર્થી સંગઠનોએ રાજ્યવ્યાપી બંધની જાહેરાત કરી છે. નોર્થ-ઇસ્ટ સ્ટુડન્ટસ યુનિયન અને ઓઇલ ઇન્ડિયા સ્ટુડન્ટસ યુનિયન એ આજે અસમમાં 11 કલાકના બંધની જાહેરાત કરી હતી. તેના લીધે ગુવાહાટીમાં આજે સવારથી રસ્તા પર સન્નાટો છવાઇ ગયો છે અને દુકાનો બંધ દેખાઇ. અસમમાં કેટલીય જગ્યાએ પ્રદર્શનકારીઓએ વિરોધ-પ્રદર્શન પણ કર્યું. ડિબ્રુગઢ અને જોરહટમાં પ્રદર્શનકારીઓએ ટાયર સળગાવ્યા.

કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ 2019ને રજૂ કર્યું જે અંદાજે આઠ કલાકની ચર્ચા બાદ રાત્રે 12 વાગ્યાની આસપાસ પસાર થયું. આ બિલને પાસ કરાવામાં સરકારને કોઇ મુશ્કેલી પડી નથી, પરંતુ તેના પર ખૂબ લાંબી ચર્ચા થઇ. સોમવાર રાત્રે અંદાજે 11 વાગ્યે અમિત શાહે વિપક્ષી નેતાઓની તરફથી ઉઠાવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા. ત્યારબાદ રાત્રે 11.35 વાગ્યે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે ગૃહમંત્રીની તરફથી તમામ મુદ્દાઓને સ્પષ્ટ કરાઇ ચૂકયા છે.

ત્યારબાદ નથી લાગતું કે કોઇ કન્ફ્યુઝન રહ્યું હશે. ત્યારપછી લોકસભા સ્પીકરે બિલ પર વોટિંગ કરાવ્યું. વિપક્ષી નેતાઓની તરફથી આપત્તિઓ પર મૌખિક વોટિંગ કરાવીને તેને ક્લિયર કરાવ્યું. તમામ આપત્તિઓ રદ્દ કર્યા બાદ બિલ પર મત વિભાજન કરાયુ, ત્યારબાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ નાગરિકતા સંશોધન બિલ 2019ને પાસ કરવાની જાહેરાત કરી. બિલના પક્ષમાં 311 અને વિપક્ષમાં 80 વોટ પડ્યા. ખાસ વાત એ છે કે આ બિલના પક્ષમાં ભાજપની જૂની સહયોગી શિવસેનાએ પણ સહયોગ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *