હાલમાં ACP (લંચ રુસ્વત બ્યુરો) અત્યંત સક્રિય છે. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી લાંચ રુશ્વત વિરોધી દળ દ્વારા અલગ અલગ જગ્યાએ ભ્રસ્ટાચારીઓના સપાટા બોલાવવામાં આવી રહ્યા છે. એમાં સુરતના સલાબતપુરાના ભ્રસ્ટાચારી PSI નો પણ વારો આવી ગયો છે.
સુરતના સલાબતપુરાના PSI દ્વારા ‘રક્ષક જ ભક્ષક’ બને એ કહેવતને સાચી સાબિત કરી દેવામાં આવી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં PSI તરીકેની ફરજ બજાવનાર બ્રિજેશદાન ગઢવીએ આરોપી પાસેથી ફરિયાદમાંથી નામ કઢાવવા 90,000 રૂપિયા લાંચ સ્વરૂપે માંગ્યા હતા.
ફરિયાદમાંથી નામ કાઢવા 90,000 લંચ માગ્યાની જાણ થતા ભ્રસ્ટાચારી અધિકારીને ઝડપવા એન્ટી કરપશન બ્યુરો દ્વારા મંગળવાર ના રોજ એક ટ્રેપ કરવામાં આવી હતી. આ ટ્રેપની અંદર સલાબતપુરા પોલીસ સ્ટેશનના PSI ગઢવી લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. ACBએ છટકું ગોઠવીને સલાબતપુરાના PSIની ધરપકડ કરી છે.
હાલ એસીબીએ પીએસઆઈ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હમણાં જ ACB એ તેમના જ એક PIને 10 લાખની રુશ્વત માંગતા રંગે હાથ ઝડપ્યા હતા. આ ઉપરાંત 10 કરોડથી પણ વધુની બેનામી સંપત્તિનો સૌથી મોટો ગુનો પણ ACB એ સુરતમાં જ નોંધ્યો છે. રાજ્યમાં લાંચરૂશ્વતને નાથવા માટે એન્ટિ કરપ્શન બ્યૂરોએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેમના વિભાગ દ્વારા રાજ્યમાં આવતા વર્ષે તમામ સરકારી વિભાગોમાં સપાટો બોલાવવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.