ભારતીય આર્મી પ્રમુખનાં આ એક નિવેદનથી ફફડી ઉઠ્યું પાકિસ્તાન

નવનિયુક્ત સેના પ્રમુખ બન્યા બાદ જનરલ મનોજ મુકુંદ નરવણે એ શનિવારે પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી. તેઓએ દેશવાસીઓને સંદેશ આપ્યો. સેનાધ્યક્ષ એ નિવેદન આપ્યું કે, જ્યાં સુધી પીઓકે નો સવાલ છે તો ઘણા વર્ષો પહેલા સંસદમાં એક સંકલ્પ પસાર કરવામાં આવ્યો હતો. તેમાં જમ્મુ કાશ્મીર આપણો ભાગ છે. જો સંસદ એવું ઈચ્છે છે કે, આ વિસ્તાર પણ આપણો થઈ જાય, તો આ બાબતે અમને આદેશ મળશે તો અમે ચોક્કસથી તેના પર કાર્યવાહી કરીશું.

સેના અધ્યક્ષ એ આ નિવેદન કરીને દેશવાસીઓને એક આશાનું કિરણ બતાવ્યું છે. અને ભારતીય સેના પાકિસ્તાનને ધૂળ ચટાડવા માટે સક્ષમ છે, તે ભરોસો અપાવ્યો હતો. જનરલ નરવણે એ વધુમાં જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં દરેક વિભાગ સારું કામ કરી રહ્યા છે. પછી એ લાઇન ઓફ કન્ટ્રોલ હોય કે અંદર ના વિસ્તારો. અમને જનતાનું પૂરું સમર્થન મળી રહ્યું છે. અમે સ્થાનિક પોલીસ અને પ્રશાસન ના પણ આભારી છીએ.

સેના પ્રમુખે સ્વીકાર્યું હતું કે, સુરક્ષા બળો અધિકારીઓને ઘટ છે. એવું નથી કે લોકો આ નોકરી કરવા માંગતા નથી. પરંતુ ભારતીય સેનામાં આવવા માટે પસંદગીનું ધોરણ ખૂબ ઊંચું રાખવામાં આવેલું છે. જેનાથી ભારતીય સેનાની મજબૂતી અકબંધ રહે. આપણું બળ સંખ્યાબળ નથી, પરંતુ ગુણવત્તા છે. અમે નક્કી કરીએ છીએ કે, આપણી સેના પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે. સંવિધાન પ્રત્યે અમારી નિષ્ઠા હર હંમેશ અમારી માર્ગદર્શક છે. અમે 6 જાન્યુઆરી થી 100 મહિલા સોના એક સમૂહને ટ્રેનિંગ આપવાનું શરૂ કરી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ સેના પ્રમુખ જનરલ બીપીન રાવત એ ૩૧ ડિસેમ્બરે રાજીનામું આપ્યું હતું. અને તેઓને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવામાં આવ્યા હતા. તેમના રાજીનામા બાદ દેશના ૨૮ માં સેનાધ્યક્ષ તરીકે પદભાર નરવણે એ સંભાળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *