બજરંગદાસબાપા ના ધામમાં ૨૪ કલાક તમામને ફ્રીમાં મળે છે ભોજન, જુઓ તસવીરો

ગુજરાતનાં કાઠિયાવાડના બજરંગદાસ બાપુની દરિયાદિલીથી બધા વાકેફ જ હશે, આખી દુનિયામાં ‘બાપા સીતારામ’ નામ ગૂંજતું કરનાર સંત બજરંગદાસ બાપુની કર્મભૂમિ ભાવનગરનું બગદાણા ખાતે થોડા સમય…

ગુજરાતનાં કાઠિયાવાડના બજરંગદાસ બાપુની દરિયાદિલીથી બધા વાકેફ જ હશે, આખી દુનિયામાં ‘બાપા સીતારામ’ નામ ગૂંજતું કરનાર સંત બજરંગદાસ બાપુની કર્મભૂમિ ભાવનગરનું બગદાણા ખાતે થોડા સમય પહેલા જ પૂજ્ય બજરંગ દાસ બાપુની પૂણ્યતિથિ ઉજવાઈ ગઈ. બગદાણામાં સામાન્યતઃ બારેમાસ ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ જ રહે છે, પણ બે દિવસ વિશેષ ઉજવણી થાય છે. બજરંગદાસ બાપાની પૂણ્યતિથિ (પોષ વદ 4) અને ગુરુપુર્ણિમાનો ઉત્સવ અહીં ધામધૂમથી ઉજવાય છે.

ઉત્તરાયણ ના દિવસે 14મી જાન્યુઆરીએ ઉજવાયેલી પૂણ્યતિથિ પ્રસંગે દેશ-વિદેશથી લાખો ભક્તો ઉમટી પડ્યા હતા. બગદાણા દર્શન કરવા માટે આવેલા ભક્તો માટે પ્રસાદ અને ભોજનની સુંદર વ્યવસ્થા જોઈને સૌ કોંઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ભક્તોમાંથી 10 હજારથી વધુ સેવકોએ ખડેભગે રહેવા-જમવાની સગવડો સાચવી હતી.

ભાવનગરના બગદાણા ધામમાં બાપુની પૂણ્યતિથિ નિમિત્તે આવેલા ભક્તો માટે 5500 કિલો ગાંઠિયા, 3700 કિલો દાળ, 1200 કિલો લાડવા, 1200 કિલો શાક, 5500 કિલો શાક, 7400 કિલો ભાત અને 11000 કિલો રોટલી બનાવવામાં આવી હતી. બજરંગદાસ બાપાના ભક્તોને પરંપરાગત રીતે પંગતમાં બેસાડીને ભાવભેર જમાડવામાં આવ્યા હતા. લાખો ભક્તો એક સાથે પ્રસાદ લેવા આવ્યા છતાં ક્યાંય અગવડ દેખાતી નહોતી. કોઈ ભક્તોએ કોઈ ઘોંઘાટ કર્યા વગર પ્રસાદનો લાભ લીધો હતો.

પૂજ્ય બજરંગદાસ બાપાની પૂણ્યતિથિના પાવન દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. લાખો ભક્તોએ દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. બગદાણામાં 15 હજારથી વધુ સ્વંયસેવકોએ દર્શનાર્થે આવતા ભાવિકોની રહેવા, ભોજન, ચા-નાસ્તાની સગવડો સચાવી હતી અને આખો દિવસ ખડેપગે રહ્યા હતા.

બગદાણા ગુરૂ આશ્રમ ખાતે તારીખ 14મી જાન્યુઆરીએ વહેલ સવારે 5 વાગ્યે મંગળા આરતીથી ધાર્મિક કાર્યક્રમોનો આરંભ થયો હતો. બાદમાં ધ્વજારોહણ અને ગુરૂપુજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે યોજાતી નગરયાત્રા ગુરૂઆશ્રમથી સવારે 10.15 વાગ્યે નીકળી હતી, જે આખા બગદાણામાં ફરી હતી. બાદમાં ભોજન અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.

આજથી 43 વર્ષ અગાઉ દાયકા પહેલાં સંત પૂજ્ય બજરંગદાસબાપા બગદાણાના ગુરૂઆશ્રમ ખાતે તારીખ 9/1/1977ના રવિવારના વહેલી સવારે બ્રહ્મલીન થયા હતા. આ દિવસે વિક્રમ સંવત મુજબ પોષ માસની વદ ચોથની તિથી હતી.. એ મુજબ દર વર્ષે બાપાની પૂણ્યતિથિ ઉજવવમાં આવે છે. બજરંગદાસપાપાનું જીવન શ્રદ્ધાળુઓને સત્કર્મ કરવાની પ્રેરણા આપે છે. પૂજ્ય બાપુનું નામ આજે સૌરાષ્ટ્ર અને ગુજરાત જ નહીં પણ વિદેશમાં પણ ભક્તોના હ્રદયમાં દેવ કક્ષાએ બિરાજમાન થયું છે.

બગદાણા બજરંગદાસ બાપુનો આશ્રમ મહુવાથી 32 કિમી, ભાવનગર 78 કિમી, અમદાવાદ 250 કિમી દૂર છે. બગદાણા જવા માટે અમદાવાદથી સીધી બસ મળે છે. આ ઉપરાંત ગુજરાતનાં અન્ય મોટાં શહેરો ભાવનગર, રાજકોટમાંથી સીધી બસ મળી શકે છે. રાજકોટથી જનાર આટકોટ, બાબરા અને પાલિતાણા વાયાથી અહીં જાય છે. જે 190 કિમી થાય છે. જુનાગઢથી જનાર વાયા વિસાવદર-ચલાલા થઈને જાય છે જે 175 કિમી થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *