અહીંયા 22 રૂપિયામાં પણ છોકરીઓ કરી રહી છે દેહવ્યાપાર, ભયાનક છે વાતાવરણ

ખાવાની ચીજ વસ્તુઓ લેવા માટે ટીનેજર છોકરીઓ ફક્ત 22 રૂપિયા સુધીમાં દેહવ્યાપાર કરી રહી છે. તેમજ કેટલી સારી સ્થિતિમાં છોકરીઓ ૭૦ થી ૮૦ રૂપિયા માટે પણ આ કામ કરી રહી છે. આ હાલ છે દક્ષિણ આફ્રિકાના ઘણા વિસ્તારોમાં જ્યાં ખાવાની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે.

રાઇટર્સના અનુસાર,માનવીય આધાર પર લોકોને મદદ પહોંચાડવા વાળી સંસ્થા વર્લ્ડ વિઝને કહ્યું છે કે ભૂખથી જીવ બચાવવા માટે એંગોલા માં ફક્ત ૧૨ વર્ષ સુધી ની છોકરીઓ લગભગ ૩૦ રૂપિયામાં દેહવ્યાપાર કરી રહી છે.

યુનાઇટેડ નેશનનું કહેવું છે કે દક્ષિણ આફ્રિકામાં સાડા ચાર કરોડ લોકો ભૂખની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આની પાછળ દુષ્કાળ, પૂર અને આર્થિક પરિસ્થિતિને જવાબદાર ગણવામાં આવી છે.

વર્લ્ડ વિઝનનુ કહેવું છે કે તેના સ્ટાફે જોયું છે કે એંગોલા અને ઝિમ્બાબ્વેમાં દેહવ્યાપાર કરનાર છોકરીઓની સંખ્યામાં વધારો થયો છે. તેમજ સંકટના કારણે બાળવિવાહનો ખતરો પણ વધી ગયો છે.

અંગોલામાં વર્લ્ડ વિઝનના ડાયરેક્ટર રોબર્ટ બુલ્ટને અને કહ્યું કે,બની શકે છે કે અહીંયા છોકરીને સેક્સ માટે 72 રૂપિયા (સ્થાનિક મુદ્રામાં 500 કવાંઝા) મળે છે અથવા તો 29 (સ્થાનિક મુદ્રામાં 200 કવાંઝાં) રૂપિયા પણ મળી શકે છે.

રોબર્ટએ કહ્યું કે છેલ્લા એક વર્ષમાં અંગોલા માં ઘણા અનાજના ભાવ બે ગણા થઈ ગયા છે. જેના કારણે લોકોને તેની ખરીદીમાં મુશ્કેલી પડી રહી છે. આગળ નો પાક જૂનથી પહેલા નહીં પાકે, એટલા માટે પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે.

ઝિમ્બાબ્વેને લઈને કેર ઇન્ટરનેશનલ સંસ્થાએ પણ કહ્યું છે કે ૧૪ વર્ષની છોકરીઓ અહીંયા દેહવ્યાપાર કરી રહી છે. સંસ્થાની રીજનલ જેન્ડર એક્સપર્ટ એવરજોય મહુકુ એ કહ્યું કે કેટલીક વખત તો છોકરીઓને ફક્ત 22 રૂપિયા જ મળે છે.

શું વરસાદથી પણ કોરોના વાયરસ ફેલાય છે? થયો ચોંકાવનારો ખુલાસો

એક્શન એડના રીજનલ એડવાઈઝર ચિકોંડી ચબવુતાએ કહ્યું કે મલાવી અને મોઝામ્બિકમાં પણ છોકરીઓ અને મહિલાઓને નાછૂટકે દેહ વ્યાપાર કરવો પડે છે.

તમામ તસ્વીરો સાંકેતિક છે

આફ્રિકાના કેટલાક ભાગોમાં 1981 બાદ અત્યાર સુધીનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. યુનાઇટેડ નેશન્સનું માનવું છે કે આના પાછળ ક્લાઈમેટ ચેન્જ જવાબદાર છે. ઝામ્બિયા, મડાગાસકર,નામિબિયા,લેસોથો અને ઈસ્વાતિની જેવા આફ્રિકા દેશો પણ આનાથી પ્રભાવિત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ હોસ્પીટલની બેદરકારીથી 5 કોરોના વાયરસના દર્દીઓ ભાગી ગયા, આખા શહેરમાં જાહેર કરવામાં આવ્યુ એલર્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *