સાજા થયા બાદ ફરી વખત કોરોના થશે કે નહીં? WHO એ આપ્યું મોટું નિવેદન

કોરોનાવાયરસ ને લઈ ને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે આ વાતના કોઈ સાબિતી નથી કે જે દર્દીઓને કોરોના થઈ ચૂક્યો છે તેને ફરી વખત…

કોરોનાવાયરસ ને લઈ ને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે આ વાતના કોઈ સાબિતી નથી કે જે દર્દીઓને કોરોના થઈ ચૂક્યો છે તેને ફરી વખત સંક્રમણ નહીં થાય.ડેલી મેલના રિપોર્ટ અનુસાર ડબલ્યુએચઓએ એ દેશોને ચેતવણી આપી છે જે એન્ટીબોડી ટેસ્ટ પર ખૂબ વધારે પૈસા ખર્ચી અને પ્લાનિંગ કરી રહ્યા છે. ડબલ્યુ એચ એ કહ્યું છે કે કોરોના સંક્રમિત દર્દીઓની ઈમ્યુયુનિટીની કોઈ ગેરન્ટી નથી.

આના પહેલા પણ ઘણા મેડિકલ એક્સપર્ટ તરફથી કહેવામાં આવી રહ્યું હતું કે એકવાર સંક્રમિત થયા બાદ વધારે લોકોમાં ઇમ્યુનિટી ડેવલપ થઇ જશે.જોકે દક્ષિણ કોરિયામાં સૌથી વધારે દર્દીઓને ફરી વખત સંક્રમિત હોવાની ખબર આવી ચૂકી છે. કોરિયાએ સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા.

અત્યાર સુધી ઘણા લોકોએ સમજી રહ્યા હતા કે કોરોના થી પિડીત થયા બાદ બીજી વખત બીમાર પડવા નો ખતરો ઓછો છે. પરંતુ ડબ્લ્યુએચઓ એ કહ્યું છે કે આ વિચારને લઈને કોઈ યોગ્ય પુરાવા નથી મળ્યા.

બ્રિટિશ સરકાર ત્રણ કરોડ 50 લાખ એન્ટિબોડીઝ ટેસ્ટ કીટ ચીનથી ખરીદવાની યોજના બનાવી હતી. એના દ્વારા નક્કી કરવાનું હતું કે શું કોઈ વ્યક્તિ પહેલાંથી કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યો છે કે નહીં.પરંતુ હવે જ્યારે ખબર પડી કે ચીની કંપની તરફથી બનાવવામાં આવેલ કીટ ના પરિણામો સારા નથી આવતા અને સચોટ નથી આવતા તો હવે ત્યાંની સરકાર પોતાના પૈસા પાછા લેવાની કોશિશ કરી રહી છે.

જોકે હજુ પણ ઘણા દેશોની સરકાર મોટી સંખ્યામાં એન્ટીબોડી ટેસ્ટીંગની યોજના બનાવી રહી છે જેથી ખબર પડે કે કયા લોકો કોરોના થી સંક્રમિત થઇ ને હવે સાજા થઇ ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *