ધનવાન બનવાની ઈચ્છા સૌની હોય છે, તમારી પણ હશે. વિચારતા હશો કે કોઈ ઉપાય મળી જાય જેનાથી જલ્દી ધનવાન બની જવાય. આ માટે કેટલાક લોકો ખોટા રસ્તા અપનાવવા પણ તૈયાર થઈ જાય છે, જ્યારે કે ખોટા રસ્તા અપનાવવાને બદલે કેટલાક જૂના ટોટકા છે જેને અજમાવીને પણ આપ શ્રીમંત બની શકો છો. વ્યક્તિ ધનવાન બને છે પોતાના ભાગ્યના બળે અથવા તો કર્મના બળે. પણ ક્યારેક ક્યારેક આ બંને બળ સમાપ્ત થઈ જાય છે. તો કહેવાય છે કે નિર્બળના બળ રામ કરો કોઈ ઉપાય. ધન પ્રાપ્તિ માટે કેટલાક યોગ લક્ષ્મી માતાની પૂજા કરાવે છે. કેટૅલાક તુલસીનો છોડ ઘરમાં મુકીને રોજ સવાર સાંજ ઘી નો દીવો લગાવે છે અને કેટલાક લોકો દરેક શુક્રવારે લક્ષ્મી-નારાયણ મંદિર જઈને સફેદ રંગની મીઠાઈ વહેંચે છે.
બીજા ને દાન કરવું અને ખવડાવવું એ ખુબ જ પુણ્ય નું કામ માનવામાં આવે છે. આજે અમે તમને એવા પાંચ જીવ વિષે જણાવીશું જેને ખવડાવી અને તમે ધનવાન બની શકો છો. અને તમારા બધા દુખ દર્દ દુર થઇ જાય છે. અને તમને પુણ્ય ની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રો અનુસાર ગાય, કુતરા, કબુતર, કીડી અને માછલી ને ખવડાવવા થી આપણી મનોકામના પૂર્ણ થાય છે.
જો કોઈ વ્યક્તિ ને ગ્રહ ના દોષ હોય અને તેના થી એમના જીવનમાં ખુબ જ પરેશાની વધી ગઈ હોય અને એમાં કોઈ પણ કામ સફળ ન જતા હોઈ એમને સતત કોઈ ને કોઈ બાધા આવતી જ હોય છે તો આવા લોકો એ જ્યોતિષ દોષ ને દુર કરવા માટે રોજ ગાય ને રોટલી આપવી જોઈએ.પૈસે ટકે સુખી થવા, આર્થિક સમસ્યા દુર કરવા અને આર્થિક સમસ્યા માં લાભ મેળવવા માટે ,પક્ષીઓ ને દાણા ખવડાવા જોઈએ અને ખાસ કરીને જે લોકો વ્યવસાય કરતા હોઈ તે લોકો ને દરરોજ નિયમિત પણે પક્ષીઓ ને દાણા ખવડાવા જોઈએ કે જેથી કરી ને વ્યવસાય માં નિયમિત પણે વિકાસ થાય છે , આપડી આવક વધે છે, અને આપણી ધનવાન બનવાની શક્યતા ખુબ જ વધી જાય છે.
જે લોકો તેના દુશ્મનો થી વધુ પરેશાન છે. જેઓ ના દુશ્મન બહુ વધી ગયા હોય અને એમના કારણે બહુ ટેન્શન વધી ગયું હોય. અને જે લોકો ને સતત ડર રહેતો હોય કે દુશ્મનો એમના માટે ખતરો બનશે આવા લોકો એ રોજ કુતરા ને રોટલી ખવડાવવી જોઈએ.
જે લોકો ને માથે કરજો બહુ જ વધી ગયો હોય. અને કરજો ભરવા માટે કોઈ રસ્તો ન મળતો હોય અને તેના લીધે ખુબ જ પરેશાની વધી ગઈ હોય તો તેઓ એ કીડી ને ખાંડ ખવડાવવી જોઈએ.
જે લોકો ની બહુ જૂની સંપતિ એમના હાથ માંથી નીકળી ગઈ હોય. અથવા એમની કોઈ મુલ્યવાન વસ્તુ ખોવાય ગઈહોઈ એવા લોકો એ માછલી ને ખાવાનું ખવડાવવું જોઈએ. માછલી ને રોજ લોટ ની ગોળી આપવા થી એમની સંપતી ફરી મળી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.