ગુજરાતની દીકરીની વ્યથા: “સસ્તુ શિક્ષણ માંગનારા અરાજક નથી, પરંતુ જરૂરિયાતમંદ લોકો છે”

JNU (જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી)માં જ્યારે ધરખમ ફી વધારાને લઇને વિવાદ થયો ત્યારે કહેવાતુ હતું કે ફી વધારાથી શું ફરક પડવાનો છે? આ અસામાજિક તત્વો છે…

JNU (જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી)માં જ્યારે ધરખમ ફી વધારાને લઇને વિવાદ થયો ત્યારે કહેવાતુ હતું કે ફી વધારાથી શું ફરક પડવાનો છે? આ અસામાજિક તત્વો છે જે અરાજકતા ઉભી કરવા માંગે છે પરંતુ સસ્તુ શિક્ષણ આ દેશ માટે કેટલુ જરૂરી છે તેનો એક કિસ્સો એ જ ગાંધીનગરથી બહાર આવ્યો છે જ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12-12 વર્ષો સુધી મુખ્યમંત્રી તરીકે રહ્યા છે. દેશભરમાં વિકાસનું મોડલ બનાવીને વેચવામાં આવતુ ગુજરાતના ગાંધીનગરના એક નાના દુકાનદારની દીકરીને ડેન્ટલની ફી ભરવા પિતા પાસે પૈસા નથી પરંતુ પિતા વ્યાજે પૈસા લઈને દીકરીનું ભણવાનું ચાલુ રાખવાનું નક્કી કર્યુ છે પરંતુ ડેન્ટલની ચિક્કાર ફીને આ સામાન્ય દુકાનદાર પહોચી વળે તેની શક્યતા નહીવત છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડિકલ ટ્રસ્ટની ડેન્ટલ કોલેજમાં ભણતી ગાંધીનગર- ગુજરાતની એક દીકરીનો. જેને સરકારની ‘બેટી બચાઓ-બેટી પઢાઓ’ના નારાથી પ્રેરિત થઈને ગાંધીનગરના અમરીશભાઇ પનારાએ પોતાની દીકરીને સાચવીને પણ રાખી છે અને તેમને એક સરસ જીવન આપવા માટે સારૂ શિક્ષણ આપવાનું પણ ઉદાહરણ બેસાડ્યુ છે.

અમરીશભાઈ પનારા પોતાની દિકરીને ભણાવવા અને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે પાછલા ઘણા સમયથી ગાંધીનગરમાં સ્થાયી થઈ ગયા છે. તેઓ લગભગ આજે 22 વર્ષથી ગાંધીનગરમાં એક ભાડાના ઘરમાં રહીને દિકરીને ભણાવવા માટે અથાગ મહેનત કરી રહ્યાં છે. પોતાની માલિકીનું ઘર હોય એ માત્ર તેમનું સપનું જ બની ગયું છે કેમ કે, દીકરીને ભણવવા પોતાના જીવનની તમામ જમા પૂંજી તેની ફી ભરવા પાછળ ખર્ચ કરી નાખી છે. અમરીશ ભાઇએ સતત મહેનત કરીને પોતાની દીકરીને સરકારના નેજા હેઠળ ચાલતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડેન્ટલ કોલેજમાં બીડીએસમાં 2019માં એડમિશન અપાવ્યુ હતું પરંતુ હવે ઘરની પરિસ્થિતિ અને મંદીની માર અમરીશ પનારાને એ હદે તોડ્યો છે કે, તેઓ ઉચ્ચ વ્યાજ દરે પૈસા ઉછીના ભણાવવાનું પ્રયાસ કરી રહ્યા છે પરંતુ વર્ષે 5.27 લાખની ફી સતત 5 વર્ષ સુધી ભરી શકે તેવી પરિસ્થિતિમાં નથી. સતત પ્રયાસો છતા અમરીશ પનારા નિ:સહાય બન્યા છે.

ગાંધીનગરમાં રહીને 4 સભ્યોનો પરિવાર ચલાવતા અમરીશ પનારા જાતે 11મુ ધોરણ પાસ છે અને ગાંધીનગરમાં એક સામાન્ય દુકાન ચલાવે છે. જે દુકાનથી તેમના પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ છે છતાય પનારાએ હિમ્મત હારવાની જગ્યાએ દીકરીને ઉચ્ચ શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો હતો અને ડેન્ટલમાં બીડીએસ કરવા એડમિશન અપાવ્યુ હતું.

પરિસ્થિતિથી તૂટેલા અમરીશ પનારાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને વિનંતિ કરતો પત્ર લખ્યો છે કે, ‘મારા ધંધામાં ખૂબ જ મંદીની અસર તેમજ અતિશય સ્પર્ધાના લીધે આર્થિક બેરોજગારી છે. જો મને મારી પુત્રીની ફી બાબત રાજ્યની કોઈ પણ યોજના કે અથવા ગ્રાન્ટમાં અથવા અનુદાનથી ફી માફી થાય તો જ હું મારી પુત્રીને ભણાવી શકુ તેમ છું અને મારી પુત્રીની જિંદગી અંધકારમય થતી અટકાવી શકુ છું.’

ગુજરાત એક્સલૂઝિવ સાથે વાત કરતા પનારાએ જણાવ્યુ કે, “હું નાની દુકાન પર કપડાં વેચીને દીકરીને ભણવા માટે અહિયાં કામ કરું છું, ભાડાના ઘરમાં રહું છું પરંતુ મે હિમ્મત હારી નથી. ગમે તે કરીશ પણ દીકરીને ભણાવીશ, એની ફી ભરીશ.” તત્કાલ ફી ભરવા માટે AMC કોલેજ તરફથી અમરીશ પનારાની દીકરીને નોટિસ મળી ગઇ છે અને જો તેઓ પુરેપુરી ફી ના ભરે તો તેમણે દીવસ દીઠ 250 રૂપિયાનો દંડ પણ ભરવાનો રહેશે.

ગુજરાત રાજ્યના પાટનગરનો આ કિસ્સો દેશભરમાં ચાલી રહેલ શિક્ષણના વ્યાપારીકરણ અને મોંઘવારીની સ્થિતિ સામાન્ય માણસને શિક્ષણથી કેટલુ દૂર કરી રહ્યુ છે તેમનો જીવતો દાખલો છે.જે લોકો દેશભરમાં ચાલી રહેલ સસ્તુ શિક્ષણના આંદોલનોને અરાજકતા તરીકે ગણાવી છે તેમણે એક વખત અમરીશ પનારા અને તેમની દીકરી જોડે મુલાકાત કરવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *