હજુ તો ટ્રમ્પ આવ્યા પણ નથી, ત્યાં ગુજરાત ભાજપ સાંસદની યુવતી સાથે અશ્લીલ ક્લિપ વાઈરલ- જાણો વિગતે

ભારતમાં ડોનાલ્ડ ટ્રમ્પની એન્ટ્રી થઈ ચુકી છે ત્યારે ગુજરાત ભાજપ માટે એક આંકરા સંજોગો પેદા થયા છે. જેના કારણે તમામે ચૂપકીદી સાધી લીધી છે. ગુજરાતના ભાજપના એક સંસદસભ્યનો એક યુવતી સાથે અંગત પળો માણતો હોવાનો વીડિયો કોઈની પાસે હોવાની વાત બહાર આવી છે. અમદાવાદની હોટેલમાં યુવતી સાથે એક આધેડ વ્યક્તિ મઝા માણતો હોઈ તેવો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ભાજપના એક સાંસદ હોવાનું જાણવા મળી રહ્યું છે. સાંસદ પાસેથી નાણા પડાવવા અથવા તો રાજકીય સ્કોર સેટલ કરવા માટે આ સ્ટીંગ કરાયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

ગુજરાતનાં રાજકારણમાં આવશે ‘ભૂકંપ’ 

મળતી માહિતી પ્રમાણે, ભાજપનો એક સાંસદ પોતાનાથી અડધી ઉંમરની યુવતી સાથે શારીરિક છેડછાડ કરીને બાદમાં તેની સાથે સેક્સ પણ માણતો હોય તેવું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જોકે, આ વીડિયો હાલમાં ડિલિટ કરી દેવાયો છે. ટ્રમ્પ-મોદીના આગમન પહેલાં જ ગુજરાતનાં રાજકારણમાં મોટો ધડાકો થયો છે. દીકરી જેવડી વયની યુવતીના ગુપ્તભાગે અટકચાળા કર્યા છે. જો કે પાપનો ઘડો ન ફૂટે તે માટે આદરેલા ધમપછાડા કારગત નહીં નીવડે તો આગામી કેટલાક દિવસોમાં ગુજરાતનાં રાજકારણમાં જબરો ‘ભૂકંપ’ આવી શકે છે. ભાજપ દીકરીઓ માટે અવનવી યોજનાઓ બહાર પાડે છે. અહીં ભાજપના કહેવાતા સાંસદની પાપલીલાએ ભાજપની આબરૂનું ધોવાણ કર્યું છે.

સાંસદ પહેલેથી જ રંગીન મિજાજના ગણાય છે

સૂત્રો જણાવે છે કે, આ સાંસદ પહેલેથી જ રંગીન મિજાજના ગણાય છે. ભૂતકાળમા પણ તેમનુ નામ કેટલીક યુવતિઓ સાથે જોડાયુ હતુ. પહેલેથી જ રંગીન મિજાજના આ વ્યક્તિની કામલીલાને કોઈએ ચોરીછૂપીથી કેમેરામાં કેદ કરી લીધી હતી. યુવતી સાથે કઢંગી હાલતનો લગભગ ૧૫ મિનિટનો આ વિડીયો કોઈ નજીકના વ્યક્તિએ ઉતાર્યો છે. એમ.પી હોવાના દાવા થઈ રહ્યાં છે એ વ્યક્તિએ દીકરી જેવડી વયની યુવતી સાથે બંધ બારણે આનંદ માણતા કેમેરામાં કેદ થઈ ગયા છે. વીડિયોમાં અનેક મર્યાદાઓ ઓળંગાઈ છે. ન કરવાની હરકતો આ વ્યક્તિએ શરુ કરી હતી. પર્સનલ રૂમથી લઇને સોફા અને બેડ સુધીની હરકતોમાં વીડિયોમાં હોવાનું કહેવાય છે. જે રીતે આખુ પ્રકરણ બહાર આવ્યું છે. તેમાં આ શોખીન નેતા યુવતીને અવારનવાર બોલાવતા હોવાથી યુવતીએ જ ખેલ પાડી દેવા વીડિયો ઉતાર્યાનું માનવામાં આવી રહ્યું છે અને પોતાના સાથી દ્વારા આ પ્રકરણમાં લાખો રૂપિયા પડાવ્યાની શંકા વ્યક્ત થઈ રહી છે ત્યારે જો આ પ્રકરણ ઉપરથી સત્ય બહાર આવે તો અનેક નેતાઓનાં આવા કાંડ બહાર આવી શકે તેમ છે.

વીડિયો ઉતારનારને ઝડપી લેવાયો

આ વીડિયો ક્લિપિંગ બહાર આવે અને જે પ્રકારે ભાજપના સાંસદ પર આક્ષેપો થઈ રહ્યાં છે એ જોતાં ભાજપની આબરૂનું ધોવાણ થાય તેમ છે. આથી ભાજપ હાઈકમાન્ડ દ્વારા ટ્રમ્પની મુલાકાત બાદ આ મામલો હાથ પર લેશે. અંતે જે યુવતીને બોલાવી હતી તેની સાથે કોણ આવ્યું છે તેની તપાસ કરી વીડિયો ઉતારનાર શખ્સને પકડી લેવામાં સફળતા મળી હતી અને આખું પ્રકરણ ઉપર પડદો પાડી દેવાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *