માત્ર ૧૫ વર્ષીય એશા માંગુકીયાએ મૃત્યુ બાદ પણ પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું

સુરતના હીરાબાગ ખાતેની ગંગેશ્વર સોસાયટીમાં રમતા રમતાં નવ માર્ચના રોજ 12 વર્ષની બાળકી બેભાન થઈ ગઈ હતી. બેભાન થયા બાદ તેને પરિવારજનો હોસ્પિટલમાં દાખલ કરાતા બ્રેઈનડેડ જાહેર કરવામાં આવી હતી. બ્રેઈનડેડ દીકરીના અંગોનું દાન કરવાનું પરિવારે નક્કી કર્યું હતું. 12 વર્ષની દીકરીના કિડની,લિવર અને ચક્ષુઓનું દાન કરાતાં પાંચ વ્યક્તિને નવું જીવન મળ્યું છે.

એશા નું મુળ વતન ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકના સારીંગપુર છે. એશા માંગુકીયાને પોતાના ત્રણ ભાઈ બહેનોમાં વચેટ હતી. એશા 9મી માર્ચના રોજ સ્કૂલેથી આવ્યા પછી પોતાની સહેલીઓ સાથે સાંજે સવા છ વાગ્યાના અરસામાં રમતા રમતા ચોથા માળેથી અકસ્માતે નીચે પડી જતા માથામાં ગંભીર ઈજાઓ થતાથી બેભાન થઇ ગઈ હતી. પરિવારજનોએ તેને તાત્કાલિક પી.પી.સવાણી હોસ્પિટલમાં દાખલ કરી સીટી સ્કેન કરાવતા મગજમાં ફ્રેકચર અને તેમજ સોજો હોવાનું નિદાન થયું હતું. તેથી વધુ સારવાર માટે યેશાને વિનસ હોસ્પિટલમાં ન્યૂરોસર્જન ડૉ.ધવલ પટેલની સારવાર હેઠળ દાખલ કરવામાં આવી.જ્યાં તેને બ્રેનડેડ જાહેર કરાઈ હતી.

સુરતમાં ઓર્ગન ડોનેશનની કામગીરી કરતી સેવાભાવી ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી યેશાની પિતરાઈ બેન અવની સાથે રહી યેશાના માતા-પિતા ભરતભાઈ અને સંગીતાબેન, મોટા પપ્પા રસીકભાઈ, પિતરાઈ ભાઈ હાર્દિક તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવી તેનું મહત્વ સમજાવ્યું હતું.જેથી પરિવાર અંગદાન માટે સહમત થયું હતું.

સુરતના ચંપાબેન મુંજાણીએ અંગદાન કરી માનવતા મહેકાવી

અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ના ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું.

અકસ્માતને કારણે મૃતક એશાની બંને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) માં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. સુરતની વિનસ હોસ્પિટલથી અમદાવાદ સુધીના 260 કિમીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. સુરતથી કિડની માટે સૌપ્રથમવાર આ રીતે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

સુરતના આ યુવાનના અંગદાનથી 3 વ્યક્તિને મળ્યું નવજીવન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *