ગુજરાતના આણંદ જિલ્લામાં પેટલાદ ગામે સાઈનાથ ચોકડી પાસે આવેલા કળશ પાર્ટીમાં પ્લોટમાં આણંદ એલસીબીએ દરોડા પાડ્યાં છે. મળતી માહિતી મુજબ કળશ પાર્ટી પ્લોટ પેટલાદના કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલનો છે. ત્યારે એલસીબીના દરોડામાં ધારાસભ્યના બંને પુત્રો સહિત 12 શખ્સ દારૂની મહેફિલ કરતા રંગેહાથ ઝડપાયા છે. મોડીરાતે એસપી સાથે ટેલિફોનિક વાતચીત થતાં તેમને ઘટનામાં ધારાસભ્યના બે પુત્રની સંડોવણી ન હોવાનું જણાવ્યુ હતું. સાથે તેમનું ફાર્મ પણ ભાડે આપ્યુ હોવાનુ કહ્યુ હતું.
કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલના ઘરે એલસીબીના દરોડા
આ કેસમાં દારૂની મહેફિલ માણતાં MLAના પુત્રો પર પોલીસ મહેરબાન જોવા મળી હતી. આ ઘટનામાં આણંદમાં કોંગી MLAના પાર્ટી પ્લોટમાં દારૂની મહેફિલ યોજાઈ હતી. જેમાં 12 નબીરા સહિત ધારાસભ્યોના બે પુત્રો સામેલ હતા. ત્યાં અચાનક બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. આ રેડમાં પોલીસે ધારાસભ્યોના બન્ને પુત્રોને છોડી મૂક્યા, જ્યારે 12 નબીરાઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસે આ ઘટનામાં ધારાસભ્યોના પુત્રોને છોડી મૂકાતા પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે.
ઘટનાસ્થળેથી 2થી 3 જેટલી બોટલ કબ્જે કરાઈ હતી. તમામના રિપોર્ટ કરવા પેટલાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. સમગ્ર બનાવમાં મોટાં માથાઓની પણ સંડોવણી હોવાની શક્યતા રહેલી છે. બીજી તરફ ધારાસભ્યના બંને પુત્રોની સંડોવણી છે કે કેમ તે સંદર્ભે જિલ્લા પોલીસ વડા અજીત રાજીયાણને પૂછતાં તેમણે જણાવ્યું કે, હાલમાં દરોડો પાડ્યો છે તે વાત સાચી છે. પરંતુ ફાર્મ હાઉસ ભાડે આપેલું છે અને MLAના બંને પુત્રની હાલ કોઈ સંડોવણી નથી. આ લખાય છે ત્યાં સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.