ચીનમાં કોરોના વાયરસનું પ્રમાણ ઘટ્યું છે અને સાથે જ ત્યાંની સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બનવા માંડી છે. જે ઉદ્યોગો આ વાયરસના કારણે બંધ હતા તે ઉદ્યોગો ધીમે ધીમે શરુ થઇ રહ્યા છે, પરંતુ સતત બે મહિના શટડાઉનની પરિસ્થિતિના કારણે ત્યાં રો-મટીરિયલની તંગી ઉભી થઇ છે. વાયરસની અસર ભલે ઓછી થઇ છે પરંતુ સામે લોકો હવે ઘરમાંથી બહાર નીકળી રહ્યા હોઈ માસ્કની માગ ચીનમાં વધી ગઈ છે. આ માસ્ક બનાવવા માટે વાપરતા રો-મટીરિયલ સ્પન બોન્ડ પોલી-વુવન અને મેલ્ટ બ્લોન્ડ ફેબ્રિકની પણ અછત ઉભી થઇ છે.
આ મટીરિયલ લેવા માટે ચાઈનીઝ માસ્ક ઉત્પાદકોએ ગુજરાત સહીત ભારતમાં ઘણા ક્ષેત્રોમાં પુછપરછ ચાલુ કરી દીધી છે. ગુજરાતના ઉત્પાદકોના જણાવ્યા પ્રમાણે કોરોનાના પગલે ભારતમાં પણ માસ્કની માગમાં ઉછાળો આવ્યો છે. આ પરિસ્થિતિમાં ચીનને કેટલો માલ મળશે તે એક મોટો પ્રશ્ન છે. ભારતમાં ગુજરાત ઉપરાંત હિમાચલ પ્રદેશમાં આ પ્રકારના ફેબ્રિકનું ઉત્પાદન થાય છે. જયારે થોડા યુનિટ્સ દક્ષિણ ભારતમાં આવેલા છે. માસ્ક બનાવવા વાપરતા સ્પન બોન્ડ પોલી-વોવેનના ઉત્પાદનમાં ગુજરાત સૌથી મોટું ઉત્પાદક માનવામાં આવે છે.
ચાઈના પહેલી વાત ભારત પાસેથી મટીરીયલની ખરીદી કરશે
સીડવિન ફેબ્રિક પ્રાઈવેટ લીમીટેડના મેનેજીંગ ડિરેક્ટર સુરેશ પટેલે Divya Bhaskar સાથે વાત કરતાં જણાવ્યું કે, અત્યાર સુધી ચીન દુનિયાભરના ઉત્પાદકોને આ મટીરિયલ્સ પૂરું પડતું હતું. ભારતના ઉત્પાદકો પણ તેની પાસેથી જ કાચો માલ ખરીદતા હતા. આવું પહેલી વખત થઇ રહ્યું છે કે ચીનને ગુજરાત અને ભારતના ઉત્પાદકો પાસેથી માસ્ક બનાવવા માટેનું રો-મટીરીયલ ખરીદવાની જરૂર પડી છે.
ગુજરાતના અન્ય એક ઉત્પાદક એક્ઝિમ નોન વુવનના મેનેજીંગ ડિરેક્ટર અપૂર્વ ઝાલાવડિયાએ જણાવ્યું કે, છેલ્લા 10 દિવસથી ચીનના માસ્ક ઉત્પાદકો તરફથી સ્પન બોન્ડ પોલી-વુવન અને મેલ્ટ બ્લોન્ડ ફેબ્રિકની પુછપરછ શરુ થઇ છે. અમારે પણ આવી ઇન્કવાયરી આવી છે. જોકે ભારતમાં પણ માગ મોટી હોવાથી ચીનની ડિમાન્ડને પૂરી કરવા હજુ સુધી કોઈએ હા પડી હોય તેવું થયું નથી.
વાયરસથી પ્રોટેક્ટ કરતાં માસ્ક બનાવવા માટેના રો-મટીરિયલ સ્પન બોન્ડ પોલી-વુવન અને મેલ્ટ બ્લોન્ડ ફેબ્રિક પ્લાસ્ટીકમાંથી બને છે જે પોલી પ્રોપ્લીન તરીકે ઓળખાય છે. દેશમાં રિલાયન્સ અને ઇન્ડિયન ઓઈલ જેવી કંપનીઓ આ પોલી પ્રોપ્લીનનું ઉત્પાદન ગુજરાતમાં કરે છે. ભારતમાં સ્પન બોન્ડ પોલી-વુવન ફેબ્રિકનું ઉત્પાદન વધુ છે જયારે મેલ્ટ બ્લોન્ડનું ઉત્પાદન ઓછુ છે.
કોરોનાના કારણે ચીનમાં પહેલાથી જ માસ્કની માગ છે. આના માટે આ વર્ષે જાન્યુઆરીમાં ચીન પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે ભારતથી માસ્કની ખરીદી કરી હતી. તે સમયે ગુજરાતમાંથી રોજના 5 લાખથી વધુ માસ્ક ચાઈના ખાતે નિકાસ કરવામાં આવતા હતા. જોકે બાદમાં ભારત સરકારે થોડા સમય માટે માસ્કની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. હાલમાં માસ્કની નિકાસ પર પ્રતિબંધ નથી પણ ડોમેસ્ટિક ડીમાંડ વધુ હોવાથી માસ્ક ઉત્પાદકો નિકાસ ઓર્ડર સ્વીકારતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.