છોકરા કે છોકરી કપડાની દુકાનો અથવા જાહેર ટોયલેટમાં જાય છે પણ તેમને ખ્યાલ હોતો નથી કે ત્યાં કેમેરા સંતાડેલા હોય છે. જેનો વિડીઓ બંને છે. આવી ઘણી ઘણો સામે આવી ચુકી છે. છોકરીઓ મોટાભાગે જાહેરમાં ટોયલેટ અથવા ચેન્જિંગરૂમનો ઉપયોગ કરતી વખતે ચિંતામાં રહે છે કે, ક્યાંક તેમના અંગત ફોટાનો નથી લેવામાં આવી રહ્યાને. મહિલાઓના મનમાં એવો પણ સવાલ ઊભો થાય છે કે, ક્યાંક કોઈ હિડન કેમેરો તો નથી સંતાડ્યોને. અવારનવાર આવા મામલા સામે આવતા રહે છે, જેમાં એક હિડન કેમેરા દ્વારા મહિલાઓના ફોટા ક્લિક કરી લેવામાં આવ્યા હોય. હવે સવાલ એ છે કે, આ હિડન કેમેરા વિશે કઈ રીતે જાણી શકાય?
જો આવો સંતાડેલો કેમેરો તમારે શોધવો હોય તો સૌથી સરળ રીત આવી ગઈ છે. તેની સૌથી સરળ રીત છે તમારો મોબાઈલ. પોતાના મોબાઈલ દ્વારા જ તમે ખૂબ જ સરળતાથી કોઈપણ એરિયામાં હિડન કેમેરા વિશે જાણી શકો છો અથવા તેને શોધી શકો છો. તેને માટે તમારે પોતાના મોબાઈલમાં એક એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે. તમારે તમારા ફોનમાં હિડન કેમેરા ડિટેક્ટર એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે. એપ્લીકેશનને એન્ડ્રોઈડ અને આઈઓએસ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે.
આ એપ્લીકેશનમાં તમને અલગ-અલગ પ્રકારના વિકલ્પ મળે છે, જેમાંથી તમારે ડિટેક્ટ કેમેરા બાય રેડિએશન મીટર પર ક્લીક કરવાનું હોય છે. તેના પર ક્લીક કર્યા બાદ તમને સ્ક્રીન પર સર્કલ અને કલરફુલ લાઈનો દેખાશે. આ દરમિયાન તમને સૂચના મળતી રહેશે કે આસપાસ કેમેરો છે કે નહીં. જો તમને સિગ્નલ મળવા માંડે તો ફોનને તે તરફ લઈ જાઓ અને જો ત્યાં કેમેરો હશે તો એપ્લીકેશન તમને સૂચના આપશે. ખાસ વાત એ છે કે, આ એપ્લીકેશન એટલી એડવાન્સ છે કે, ઓછા પ્રકાશમાં પણ તે યુઝરને જણાવી દેશે કે કોઈએ હિડન કેમેરો છે કે નહીં. આ એપ્લીકેશનના પેડ વર્ઝનનને હજુ વધુ ફીચર્સની સાથે એડવાન્સ બનાવવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.