બીનસચીવાલયની પરીક્ષાઓ હજી સુધી ફરીથી ન લેવાતા સુરતનો યુવાન ફરીથી ઉપવાસ આંદોલન પર

ટ્રમ્પની ગુજરાત મુલાકાત પહેલા ગુજરાતમાં ઉભું થયેલું બિનસચિવાલય ભરતીના પરીક્ષાર્થીઓનું આંદોલન સમેટી લેવાયું હતું. પરંતુ ત્યારબાદ સમયસીમા પૂર્ણ થયા બાદ પણ કોઈ જાહેરાત ન થતા સુરતના ખોલવડમાં રહેતા એક ઉમેદવારે રાજ્ય સરકાર દ્વારા રદ્દ કરાયેલી તથા સ્થગિત કરેલી તમામ ભરતી અને પરીક્ષાઓ પૂર્ણ કરવા માટે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. પોતાના ઘરે જ ઉપવાસ પર બેઠેલા ઉમેદવારે જણાવ્યું હતુ કે, સરકાર દ્વારા અપાયેલી તમામ સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ કોઈ પગલાં ન લેવાતા ચિંતન સંઘાણી નામનો યુવાન ઉપવાસ પર બેસી ગયો છે.

ગઈકાલથી ઉપવાસ પર બેસેલા ચિંતન સંઘાણી સાથેની વાતચીતમાં Trishul ન્યુઝને જણાવ્યું હતું કે, હજી પણ અડીખમ રીતે સરકાર સામે લડવાની તાકાત ધરાવું છું. અને આવી રીતે લડત લડતો રહીશ. અને આખરે ગમે તે થશે તેની જવાબદારી સરકારની જ રહેશે. કારણકે અત્યાર સુધી આવી નીતિ રીતી સહન કરી. હવે પાણી ઉપર જતું રહ્યું છે. એટલે હવે ના છૂટકે લડત ચાલુ રાખીશ જ્યાં સુધી પારદર્શિતા થી પરીક્ષા લેવામાં નહિ આવે . બિનસચિવાલય સહિત ની અન્ય પરીક્ષાઓ ની તારીખ વહેલી તકે જાહેર નહિ કરે તો હજી પણ આંદોલન યથાવત જ રહેશે.

ઉલ્લેખનીય છે કે આ યુવાને ગાંધીનગરમાં આંદોલનકારીઓ ભેગા થયા હતા ત્યારે ૧૩ દિવસના ઉપવાસ કરીને સરકારને બિનસચિવાલય ભરતીના પરીક્ષાર્થીઓને સાંભળવા પડ્યા હતા અને સહાનુભુતિ આપતી જાહેરાત કરાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *