હાલ કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 3 લાખથી લોકો વધુ સંક્રમિત થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં ઘણા લોકોના મોત નિપજ્યા છે. કોરોનાની સામે લડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશને 14 એપ્રિલ સુધી લોકડાઉન કરવાનો આદેશ અપાયો છે. આ કોરોના વાયરસને લઈને હજુ સુધી કોઈ વેક્સીનની શોધ નથી થઇ. પરંતુ આ વચ્ચે ભારતની એક મહિલા ડોકટરે ચોંકાવનારો દાવો કર્યો છે. આ મહિલા ડોકટરે દાવો કર્યો છે કે, તેને કોરોનથી સંક્રમિત થયેલા 11 લોકોને ઠીક કરી દીધા છે.
જણાવી દઈએ કે, આ બધા જ દર્દીઓ ઇટલીના હતા અને રાજસ્થાન ફરવા આવ્યા હતા. ડોક્ટર સુશીલાએ જણાવ્યું હતું કે, તેની ટીમે કોરોનાથી સંક્રમિત થયેલા લોકો પર ઘણી દવાઓનો ઉપયોગ કર્યો હતો. આ સાથે જ કહ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોમાં ડોક્ટરોના અનુભવના હિસાબથી આ દર્દીઓનો ઈલાજ કર્યો હતો. જે દર્દીને મામૂલી લક્ષણ હતા તે દર્દીને મલ્ટી વિટામિન આપવામાં આવ્યા હતા. આ સિવાય જે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ હતી અથવા તાવ હતો તે લોકોને એન્ટી વાયરલ દવાઓ આપવામાં આવી હતી.
સુશીલાએ વધુમાં જણાવ્યું હતું કે, ડોક્ટર અને સ્વાસ્થ્યકર્મિ આ લડાઈ લડી રહ્યા છે. પરંતુ સૌથી મોટી લડાઈએ તો લોકોએ ઘરમાં રહીને લડવાની છે. સુશીલાનું કહેવું છે કે, આઇસોલેશન અને સોશિયલ ડિસ્ટેંસીન્ગ આ વાયરસને માત આપી શકે છે.