એક કપલ છ દિવસો માટે હનીમૂન મનાવવા માટે માલદીવના લક્ઝરી રિસોર્ટમાં ગયા હતા.પરંતુ કોરોનાવાયરસ વિરુદ્ધ દુનિયાભરમાં ઘણા દેશોએ lockdown અને ફ્લાઇટ સર્વિસ કેન્સલ હોવાના કારણે છેલ્લા પંદર દિવસથી લક્ઝરી રિસોર્ટમાં જ રહ્યા છે.
ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયેલી રિપોર્ટ અનુસાર ઓલિવિયા અને રોલ સાઉથ આફ્રિકા ના રહેવાસી છે. તેઓ ૨૨ માર્ચના રોજ હિન્દ મહાસાગરના વચ્ચે હનીમૂન મનાવવા માટે માલદીવ પહોંચ્યા.
કપલ ફાઇસટાર રિસોર્ટમાં હનીમુન મનાવી રહ્યું હતું આ દરમિયાન દુનિયાભરમાં કોરોનાવાયરસ વિરુદ્ધ lockdown અને ઘણા પ્રકારના બંધ જાહેર કરવામાં આવ્યા.
જ્યારે ઘણા દેશોમાં ફ્લાઇટ સેવા રદ થવાના એલાન કરવામાં આવ્યું હતું તો લક્ઝરી રિસોર્ટમાં રહેલા અને યાત્રી કોઈપણ રીતે ક્યાંથી નીકળવામાં સફળ રહ્યા. પરંતુ માલદીવ થી સાઉથ આફ્રિકાની સીધી ફ્લાઈટ ન મળવાથી આ કપલ રિસોર્ટમાં જ રહી ગયા.
તેમજ જ્યારે કપલે શ્રીલંકામાં હાજર સાઉથ આફ્રિકાની એમ્બેસી અને માલદીવના સાઉથ આફ્રિકા કે મને સંપર્ક કર્યો હતો તેમણે જણાવ્યું કે માલદીવમાં અલગ અલગ જગ્યાએ સાઉથ આફ્રિકાના 40 લોકો ફસાયેલા છે.દેશ પાછા ફરવા માટે ચાર્ટર્ડ ફ્લાઈટ ભાડે પર લેવાનો તેમની પાસે વિકલ્પ છે જેનું ભાડું લગભગ 79 લાખ રૂપિયા સુધી હશે અને બધા યાત્રીઓને મળીને આ પૈસા આપવાના રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news