81 વર્ષે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને પાંચ સ્પ્રિંગ હોવા છતાં કોરોના સામે જંગ જીત્યા- કઈ રીતે જાણો

કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા મજબૂત ઈચ્છા શક્તિની જરૂર હોય છે. તેમાં ઉંમર પણ અવરોધરૂપ બનતી નથી. મજબૂત ઈચ્છા શક્તિનું ઉત્તમ ઉદાહરણ પંજાબના મોહાલીમાં જોવા મળ્યું. પંજાબના મોહાલી જિલ્લાના રહેવાસી ૮૧ વર્ષીય વૃદ્ધ મહિલા કુલવંત નિર્મલ કૌરની લડાઇ વિશ્વમાં વિનાશ નોતરી રહેલા કોરોના વાઇરસ સામે હતી. કુલવંત કૌરે હિંમત હારી ન હતી.

મજબૂત ઇચ્છા શક્તિને કારણે જ તેઓ કોરોના સામે વિજય મેળવી શક્યા હતાં. ૮૧ વર્ષની ઉંમર, ડાયાબિટીઝ, હાઇપરટેન્શનની સાથે પાંચ સ્ટેન્ટ હોવા છતાં તેમણે કોરોનાને હરાવી દીધો હતો.

સોમવારે તેઓ હોસ્પિટલમાંથી સાજા થઇને ઘરે પરત ફર્યા હતાં. આ મહામારીથી તેઓ જીતી ગયા તો તેમણે તમામ ડોક્ટર્સ નર્સ અને તેમના માટે પ્રાર્થના કરનારાઓનોે આભાર વ્યક્ત કર્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે આ કોઇ ચમત્કારથી ઓછું નથી.

આ અગાઉ પણ કેરળના કોટ્ટાયમ જિલ્લામાં કોરોના વાઇરસથી ઇન્ફેકટેડ થયેલા સૌથી વૃદ્ધ ભારતીય વ્યકિત અને તેમના પત્નીને સંપૂર્ણ રીતે સંક્રમણથી મુક્ત થયા પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

સંપૂર્ણ માહિતી આપતા અિધકારીઓએ જણાવ્યું હતું કે ૯૩ વર્ષીય થોમસ અબ્રાહમ અને તેમની ૮૮ વર્ષીય પત્ની મરિયમ્મા કોટ્ટાયમની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ૯ માર્ચથી જીવન અને મૃત્યુની લડાઇ લડી રહ્યાં હતાં. તેમાં તેમનો વિજય થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *