કોરોનાવાયરસ ને કારણે દેશમાં ૩ મે સુધી લોકડાઉન ચાલશે. જરૂરી ચીજવસ્તુઓ છોડીને બધું જ બંધ છે. આવી સ્થિતિમાં ગરીબ મજૂરોને મદદ કરવા માટે અનેક મોટી સંસ્થાઓ કામે લાગી છે. ગામડાથી માંડીને શહેરોમાં પણ લોકો ભૂખ્યાઓને ભોજન કરાવી રહ્યા છે.
રાજસ્થાનના જોધપુરના ઉમ્મદનગરમાં પણ આવો જ એક પરિવાર છે. પબુરામ મંડા અને તેની પત્ની મુન્નીબાઈ એ જીવનકાળમાં લગભગ 50 લાખ રૂપિયા જરૂરિયાતમંદોને મદદ કરવા માટે એકઠા કર્યા છે. આ દ્વારા, તેઓ 80 ગામોના 6,000 જેટલા પરિવારોને મદદ કરી રહ્યા છે.
2000 થી વધુ પરિવારોને આર્થિક મદદ
સ્થાનિક વહીવટીતંત્રની મદદથી તેઓએ લોકડાઉન ના કારણે સંકટમાં હોય તેવા પરિવારોની ઓળખ કરી. મડા પરિવારે અત્યાર સુધીમાં બે હજારથી વધુ પરિવારોને માલ પહોંચાડ્યો છે, જ્યારે બાકીના પરિવારોને અનાજ અને અન્ય પુરવઠો મોકલવામાં આવી રહ્યો છે. તેનો પુત્ર રામનિવાસ પણ આ કામમાં વ્યસ્ત છે.
દીકરો છે IRS અધિકારી
જણાવી દઈએ કે પાબુરામનો એક દીકરો ડો.ભાગીરથ IRS અધિકારી છે. તે દિલ્હીમાં ડેપ્યુટી ઈન્કમટેક્સ કમિશનર છે. તેણે કહ્યું કે, પોતાના વૃદ્ધ માતા-પિતા આ રીતે કામ કરશે તેવું તેણે વિચાર્યું પણ ન હતું. તેમના પ્રયાસોથી ૮૦ ગામોમાં ભોજનની વ્યવસ્થા થઈ ચૂકી છે. તેમનો દીકરો હોવા પર ગર્વ છે.
ખુદ પ્રધાનમંત્રીએ પાબુરામના કાર્યની પ્રશંસા કરી
ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પાબુરામ મંડાની આ વિશેષ કામગીરી ને બિરદાવવા માટે તેમને પત્ર લખીને તેમના કાર્યની પ્રશંસા કરી છે અને આભાર માન્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news