કોરોનાવાયરસ નો પ્રકોપ ભારત સહિત આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. જોકે ટાઈમ્સ ફેક્ટ ઇન્ડિયા આઉટબ્રેકના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે ભારત માટે ખૂબ જલ્દી કોરોના ને લઈને સારા સમાચાર આવી શકે છે. આ રિપોર્ટમાં 8 રાજ્યો અને દેશના મુખ્ય ત્રણ હોટસ્પોટ થી આવેલા ડેટા ની મદદ લેવામાં આવી છે. આ રિપોર્ટ વૈશ્વિક કન્સલ્ટન્સી કંપની પ્રોટીવીટી અને ટાઈમ્સ નેટવર્ક ના સંયુક્ત સંશોધન પર આધારિત છે.
નવભારત ટાઈમ્સ માં છપાયેલા અહેવાલ અનુસાર દુનિયાભરમાં ફેલાયેલા કોરોનાવાયરસનો કહેર ભારતમાં મે મહિના પછી નબળો પડી શકે છે. એક અભ્યાસ મુજબ મે મહિનાની 15 તારીખ સુધીમાં ભારત માં કોરોના ના કેસ ખૂબ જલ્દી વધશે અને મે મહિનાના બીજા અઠવાડિયા સુધીમાં કોરોના ના કેસ ચરમ સીમાએ પહોંચશે. ત્યારબાદ lockdown અને કોરોના થી બચવાના અન્ય ઉપાયોનુ સાચી રીતે પાલન કરવામાં આવ્યું, તો ત્યારબાદ આ કેસમાં ઘટાડો શરૂ થઇ જશે.
ટાઈમ્સ ફેક્ટ ઇન્ડિયા આઉટબ્રેક રિપોર્ટમાં ભારતમાં કોરોના ની કેટલીક સંભાવનાઓ નું અનુમાન લગાવ્યું છે. જેમાં આ પહેલું એક છે. 16 એપ્રિલ એ આવેલા આ રિપોર્ટમાં એ જાણવા મળ્યું કે, દેશમાં કોરોનાની બીમારી કઈ ગતિએ વધશે અને તેનો સૌથી વધુ આંકડો ક્યારે આવશે.
રિપોર્ટમાં 8 રાજ્ય અને દેશના ત્રણ મુખ્ય થી મળેલા ડેટાના મદદ લેવામાં આવી છે જેમાં કેન્દ્ર સરકારના આંકડા, સરકારી બુલેટિન અને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપેલી માહિતી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિદેશમાં આવી રહેલા કોરોનાના કેસના આંકડાઓને પણ ધ્યાને લેવામાં આવ્યા છે. રિપોર્ટના તથ્યોમાં આગળ જતાં બદલાવ થઈ શકે છે કારણ કે કોરોના માટે ના ડેટા રોજ બદલાઈ રહ્યા છે.
પ્રોટીવીટી ના ડેટા એન્ડ એનાલિસિસ વિંગના ડાયરેકટર ધ્રુવજ્યોતિ ઘોષએ કહ્યું કે અમે અભ્યાસમાં અપનાવેલા તમામ મોડેલો એકબીજાથી મેળવીને જોયા અને આંકડાઓ રજુ કર્યા છે. જ્યારે મેદાંતા ના ચેરમેન ડૉ. નરેશ ત્રેહન નું કહેવું છે કે lockdown હાલમાં શરૂ છે. ૨૦ એપ્રિલ બાદ તેની સાચી પરિસ્થિતિ સામે આવશે દરેક દેશવાસીઓએ સાવધાની રાખવી જોઈશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news