સામાન્ય પરિસ્થિતિ માં રસ્તા પર પૈસા પડેલા જોઈને લોકો તરત જ ઉઠાવી લેતા હોય છે. પરંતુ હાલ કોરોના વાયરસ ને કારણે સાવચેતી રાખવાની જરૂર છે. રાજસ્થાનના ઝુનઝુનુ સીટીમાં રોડ ઉપર નોટો પડેલી મળતા હડકંપ મચી ગયો. આ નોટો દ્વારા કોરોના ફેલાવવાની અફવા શહેરમાં ફેલાઇ ગઈ.
સૂચના મળતાની સાથે જ પોલીસ પ્રશાસન ટીમ ઘટના સ્થળ પર પહોચી ગઈ. તેમને રસ્તાઓ પર પડેલ નોટોને જપ્ત કરી. સાથે જ આ ચલણી નોટો રસ્તા ઉપર ક્યાંથી આવી તેની તપાસ શરૂ કરી છે. જાણકારી અનુસાર, પોલીસ ટીમે ઘટના સ્થળ પર લાગેલ સીસીટીવી કેમેરા દ્વારા જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ નોટો કોણ નાખી ગયું છે.
આવી જ એક ઘટના સુરતમાં પણ બની છે. ચાંદની ચોક પાસે રસ્તા પર એક 200 ની અને એક 100 ની નોટ મળી આવી હતી. બંને નોટ પથ્થરની નીચે દબાયેલી હતી. નોતો મળતા જ પોલીસ પ્રસાસન ઘટના સ્થળે પહોંચ્યું અને બંને નોતો જપ્ત કરી લીધી. ત્યારબાદ પોલીસે બંને નોટોને સેનિટાઇઝ કરી.
ઉત્તરપ્રદેશના લખનઉમાં પણ રસ્તા પર બે 500 ની નોટો મળી હતી. સામાન્ય પરિસ્થિતિમાં એટલા લાંબા સમય સુધી પૈસા રોડ પર રહેવા શક્ય નથી. પોલીસ ઘટના સ્થળે પહોંચિ. ડોક્ટરે આ બંને નોટ ને 24 કલાક સુધી સ્પર્શ કરવાની મનાઈ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news