કોરોના મહામારીમાં BAPS ની સેવાકીય સરવાણી- લાખો જરૂરીયાતમંદ લોકો સુધી પહોચાડી મદદ

કોરોના મહામારીમા અનેક સેવા ભાવી સંસ્થાઓ રાહત કાર્ય કરી રહી છે. એવામાં વિશ્વ વંદનીય સંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ સાથે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ આધ્યાત્મિકતા સાથે લોકસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે. દાયકાઓથી કુદરતી આપત્તિ વખતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા રાહત કાર્ય દ્વારા લોકોને મદદરૂપ થતી આવી છે.

ભારતમાં કોરોના વાઈરસની આપત્તિ શરુ થઈ ત્યારથી જ વિવિધ સ્તરે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ સેવાકીય ગતિવિધિઓનો પ્રારંભ કરી દીધો હતો. ખાસ કરીને લોકડાઉનના ૨૧ દિવસ દરમ્યાન જરૂરીયાતમંદ લોકોને ભોજન, રાશન, તાજાં લીલાં શાકભાજી વગેરે સેવાઓ પૂરી પાડીને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ લાખો લોકોની આંતરડી ઠારી છે.બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ ૨૧ દિવસો દરમ્યાન કુલ ૪૭.૮૩ લાખથી વધુ લાભાર્થીની સેવા કરી છે, જેમાં ૨૮,૩૯,૩૭૦ ભોજનથાળીના રાશનનું વિતરણ કરાયું છે, ૧૭,૨૭,૧૯૭, ભોજનથાળીનાં તાજાં લીલાં શાકભાજીનું વિતરણ કરાયું છે, તે ઉપરાંત ૨,૧૭,૩૧૮ લાભાર્થીઓને ગરમ ભોજન પહોંચાડ્યું છે.

આ ઉપરાંત ૩૦,૩૦૦ વધુ મેડિકલ માસ્ક અને ૫૦૦૦થી વધુસેનીટાઈઝરનું પણ વિતરણ કર્યું છે.

આ રાહતકાર્ય અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ,ભાવનગર, મહેસાણા, જામનગર, જૂનાગઢ, હિંમતનગર, નવસારી, ભરૂચ, ગોંડલ, ગાંધીનગર, ધારી, સાંકરી, ઉકાઈ, બોડેલી, નડિયાદ, ધોળકા, બોચાસણ, લીંબડી, વગેરે સહિત ગુજરાતનાં તમામ મુખ્ય શહેરોમાં હાથ ધરવામાં આવ્યું છે. ઉપરાંત દિલ્હી, મુંબઈ, જયપુર, નાગપુર,પૂના, સિકંદરાબાદ, ઉદેપુર, ઈન્દોર, જોધપુર, સિરોહી સહિત ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાં અનેક શહેરોમાં આ રાહતકાર્યો હાથ ધરવામાં આવ્યાં છે.

આટલું જ નહીં, સાથે સંસ્થા દ્વારા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી રાહતફંડમાં ૭૨ લાખનું અનુદાન પણ આપવામાં આવ્યું છે. આ રાહતકાર્યોની સાથે સાથે, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરીને દર અઠવાડિયે ૩૦ લાખથી વધુ લોકોનેઆધ્યાત્મિક માર્ગદર્શન દ્વારા હૂંફ આપવામાં આવે છે, જેમાં બાળકો, યુવાનો, મહિલાઓ વગેરે સહિત સમગ્ર પરિવારને વિવિધ સ્તરે માર્ગદર્શન આપવામાં આવે છે.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આ સેવાકાર્યમાં જોડાયેલા એક હજારથી વધુ સંતો અને પાંચ હજારથી વધુ સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે, જેઓ સોશિઅલ ડિસ્ટન્સ, સેનીટાઈઝેશન, માસ્ક વગેરે સહિત તમામ સાવધાનીઓ સાથે સેવા કરી રહ્યા છે.  બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનાં મંદિરો આ લોકસેવાનાં મુખ્ય કેન્દ્રો બન્યાં છે.

બી.એ.પી.એસ. સંસ્થાની આ રાહત પ્રવૃત્તિઓ ભારત ઉપરાંત પૂર્વ અને દક્ષિણ આફ્રિકા,ઈંગ્લેન્ડ અને યુરોપ, અમેરિકાનાં ન્યૂજર્સી અને ન્યૂયોર્ક વગેરે રાજ્યો, કેનેડા, ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડ વગેરે દેશોમાં પણ વિસ્તરી છે. ઉલ્લેખનીય છે કે ઠેરઠેર બી.એ.પી.એસ. સંસ્થાનાં સ્વયંસેવકો તરીકે સેવા આપતા તબીબો તથા મેડીકલ ક્ષેત્રે વિવિધ ફરજ બજાવતા સેંકડો નિષ્ઠાવાન કાર્યકરો કોરોનાની મહામારી વચ્ચે જીવના જોખમે પણદર્દીઓની સેવાઓમાં જોડાઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *