મોદી સરકારનો મોટો નિર્ણય, કોરોનાને કારણે કર્મચારીઓને બે વર્ષ સુધી નહી મળે કોઈ…

કોરોનાવાયરસ અને તેનાથી થનારા રોગ દરમિયાન સરકારી કર્મચારીઓ માટે એક ખરાબ સમાચાર છે કે કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2020 થી 1 જુલાઈ 2021 વચ્ચે મોંઘવારી ભથ્થાના દર ને વધારશે નહીં તેવો નિર્ણય કર્યો છે.મોંઘવારી ભથ્થાની ચુકવણીમાં હાલના દર 17% થી જ કરવામાં આવશે અને 1 જુલાઇ 2021ના રોજ કરવામાં આવનાર સંશોધનના સમયે પણ દોઢ વર્ષની અવધિ પ્રમાણે થતાં ચુકવણી નહીં કરવામાં આવે.

1 જાન્યુઆરી 2020 થી થશે નિર્ણય

નાણામંત્રાલય દ્વારા કરવામાં આવેલ જાહેરનામા અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીઓને 1 જાન્યુઆરી 2020 થી મોઘવારી ભથ્થા આપવામાં આવતા હતા અને કેન્દ્ર સરકારના પેન્શનદારોને મોંઘવારી રાહતની વધારાની ચૂકવણી નહી મળે.1 july 2020 તથા 1 જાન્યુઆરી 2021માં આપવામાં આવનાર મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહતની વધારાના નો ચુકવણી કરવામાં નહીં આવે. જો કે મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહતની ચુકવણી હાલના દરો પર જ કરવામાં આવશે.

1 જુલાઈ 2021 સુધી લાગુ રહેશે નિર્ણય

કાર્યાલયના વિજ્ઞાપન અનુસાર જેવા કેન્દ્ર સરકાર દ્વારા 1 જુલાઇ 2021થી આપવામાં આવતા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની ભવિષ્યની ધન રાશિ જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવશે.1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 તથા 1 જાન્યુઆરી 2021 થી પ્રભાવિત થનારા મોંઘવારી ભથ્થુ અને મોંઘવારી રાહતના દરોમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં તેને 1 જુલાઇ 2021 થી સંચયી દરો માં પ્રભાવિત કરી દેવામાં આવશે.

કુલ થઈ ૧.૨૦ લાખ કરોડ રૂપિયાની બચત થશે

સરકારી સુચના અનુસાર કેન્દ્ર સરકારના આ પગલાથી નાણાકીય વર્ષ 2020- 2021 તથા 2021- 2022 દરમિયાન 37,350 કરોડ રૂપિયાની બચત થશે. જો રાજ્ય સરકારો પર કેન્દ્રનું અનુસરણ કરશે જેવું તે સામાન્ય રીતે કરતી હોય છે તો તેમને પણ આ નિર્ણયથી 82,566 કરોડ રૂપિયાની બચત થશે.એટલે કે દેશની સરકારી વિભાગને આ નિર્ણયથી કુલ લગભગ 1.20 લાખ કરોડ રૂપિયાની બચત થશે. જેનાથી કોરોનાવાયરસ અને તેનાથી થનારા રોગો સામે લડવામાં ખૂબ મદદ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *