દારૂની તસ્કરીમાં ભાજપના યુવા મોરચાના નેતાનું નામ આવ્યું સામે, પાર્ટીએ લીધો આ નિર્ણય

એક બાજુ પ્રધાનમંત્રી મોદી કોરોના મહામારી થી લડવા માટે દેશવાસીઓ પાસે lockdownનું પાલન કરાવી રહ્યા છે તો બીજી બાજુ તેમની જ પાર્ટીના નેતાઓ વારાણસીમાં દારૂની તસ્કરીમાં સામેલ મળી આવે છે. હેરાન કરનારી આ ઘટના વારાણસીના chaubepur થાના ક્ષેત્રની છે.

બનારસમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અધ્યક્ષનું નામ દારૂની તસ્કરીના સંચાલનના આરોપસર જોડવામાં આવ્યું છે.કારણ કે જિલ્લા અધ્યક્ષનો નાનો ભાઈ દારૂની તસ્કરી કરતા પકડાઈ ગયો અને પૂછપરછમાં યુવા મોરચા જિલ્લા અધ્યક્ષનું નામ સામે આવ્યું.હવે પાર્ટીએ પણ ભાજપા યુવા મોરચા વારાણસી જિલ્લા અધ્યક્ષ સંજય ગુપ્તાને પદમાંથી હટાવી દેવામાં આવ્યો છે.

હેરાન કરે એવી આ ઘટના વારાણસીના chaubepur ક્ષેત્રના 26 એપ્રિલ ની સાંજે રિંગરોડની છે. જે સમયે lockdownના લીધે પોલીસકર્મી ચોકડી પર ચેકિંગ કરી રહ્યા હતા, તે સમયે ગાજીપુરથી એક મારુતિ 800 કાર સદિગ્ધ રીતે આવતી દેખાય. રોકવા પર કાર ડ્રાઈવરે કાર રોકવાને બદલે ભગાવી દીધી.જેનો મોટરસાયકલ દ્વારા પીછો કરતા કાર થોડી આગળ જઈને રિંગ રોડથી સર્વિસ રોડ ઉપર ઉતરી ગઈ. જેમાંથી એક વ્યક્તિ ભાગી નીકળ્યો ત્યારે પકડાયેલા બંનેએ પોતાનું નામ અરુણ પાલ અને સંતોષ ગુપ્તા તરીકે જણાવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *