ગુજરાતનો પોલીસકર્મી જ બન્યો બૂટલેગર, 212 બિયરની બોટલો સાથે ઝડપાયો

લોકડાઉન દરમિયાન પાન-મસાલાથી માંડીને દારૂનો ધંધો સદંતર બંધ છે. ત્યારે અમદાવાદમાં પોલીસકર્મીઓ પોતે જ બુટલેગર બની દારૂનો ધંધો કરી રહ્યા છે. અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓ તેમજ શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરના પોલીસ કર્મચારીઓએ કઠવાડાના રાજુ નામના વ્યક્તિ સાથે મળી 212 બીયરની બોટલો મંગાવી હતી. ઓઢવ પોલીસ અને ઝોન 5 સ્ક્વોડની ટીમે SUV કાર ક્રેટામાં બીયર લઈને આવતા હેડક્વાર્ટરના પોલીસકર્મી હિતેશ પટેલને ઝડપી લીધો હતો. જ્યારે બે પોલીસકર્મી સહિત 3 લોકો ફરાર છે.

આ ઘટના અંગે અમદાવાદ ઝોન 5ના ડીસીપી રવિ તેજાએ જણાવ્યું હતું કે, આ ત્રણેય પોલીસકર્મીઓ પર અમને અગાઉથી જ દારૂની હેરાફેરી અને બુટલેગરો સાથે સંડોવણી બાબતે શંકા હતી. ગઈકાલે મળેલ બાતમીના આધારે હિતેશની ધરપકડ કરવામા આવી છે. પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવા માટે પોલીસ કમિશનર ને રજૂઆત થઇ ચુકી છે.

ઓઢવ પોલીસ અને ઝોન 5 સ્કવોડની ટીમને માહિતી મળી હતી કે, અગાઉ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હિતેશ પટેલ અને હાલમાં નિકોલમાં જ ફરજ બજાવતા યુવરાજસિંહ રાઠોડ, રણજીતસિંહ પાવરા કઠવાડાના રાજુ નામના વ્યક્તિ સાથે મળી દારૂની હેરાફેરી શરૂ કરી છે. મોડી રાતે ઓઢવ રિંગ રોડ પર બંને ટીમોએ વોચ ગોઠવી હતી.

હિતેશ પટેલની ક્રેટા કારને પોલીસે લાકડી બતાવી રોકવાનો પ્રયત્ન કર્યો હતો, જો કે હિતેશ કાર લઈને ભાગી ચુક્યો હતો. પોલીસે હિતેશનો પીછો કર્યો. કઠવાડા રોડ પાસે કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને પોલીસે હિતેશને ઝડપી લીધો હતો. કારમાં તપાસ કરતા 212 બીયરની બોટલ મળી આવી હતી. પોલીસે પૂછપરછ કરતા બીયરનો જથ્થો દહેગામથી લાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *