રામયણ અત્યારે દુનિયાનો સૌથી મોટો શો બની ચુક્યો છે. કરોડો લોકોએ રામાયણને પસંદ કરી છે અને સૌથી વધુ વાર જોવાયેલી સીરીયલ બની ગઈ છે. લોકડાઉનમાં લોકોને મનોરંજન સાથે ધાર્મિક જ્ઞાન સાથે આ સિરીયલને ફરી એકવાર ટીવી પર મુકવામાં આવી હતી.
રામાનંદ સાગરની સીરિયલ રામાયણમાં સીતાજીનો રોલ કરનાર અભિનેત્રી દીપિકા ચિખલીયા હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ છે. તે અવાર નવાર પોતાની તસવીરો શેર કરતા રહે છે. તેમાંથી ઘણી તસવીરો જૂની પણ હોય છે. હવે દિપીકાએ પોતાની એક એવી તસવીર શેર કરી છે કે જેમાં તે ચૂંટણીનો પ્રચાર કરતી જોવા મળી રહી છે.
દીપિકાની આ તસવીર ત્યારની છે કે જ્યારે તેણે ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો હતો. 90ના દશકામાં ગુજરાતના વડોદરામાં તેણે ચૂંટણી લડી હતી. ત્યારે દીપિકા પ્રચાર કરવા ઉતરી હતી. ટ્વીટર પર ફોટો શેર કરીને પ્રધાનમંત્રી મોદી, પીએમઓ ઈન્ડિયા અને બીજેપી દિલ્હીને પણ ટેગ કરી હતી.
My days of election and campaign @PMOIndiaModi @narendramodi @BJP4Delhi pic.twitter.com/1aLZQDONk2
— Dipika Chikhlia Topiwala (@ChikhliaDipika) May 5, 2020
ફોટો શેર કરીને દીપિકાએ લખ્યું હતું કે, ચૂંટણી અને પ્રચારના મારા દિવસો. ફોટોમાં દીપિકા સફેદ અને પીળા રંગની સાડી પહેરીને જોવા મળી રહી છે. તે માઈક લઈને ચૂંટણીનો પ્રચાર કરી રહી છે.
આ પહેલા પણ દીપિકાએ એક તસવીર શેર કરી હતી એમાં તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લાલ કૃષ્ણ અડવાણી સાથે જોવા મળી હતી. દીપિકાએ આ તસવીર શેર કરતાં લખ્યું હતું કે, એ સમયની તસવીર કે જ્યારે હું વડોદરા ચૂંટણી લડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news