સોશિયલ મીડિયા પર ગૃહ મંત્રી અમિત શાહનું એક ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટમાં લખ્યું છે કે તેમને ગળાના પાછળના ભાગમાં હાડકા નું કેન્સર થયું છે. સાથે જ તેમા અપીલ કરવામાં આવી છે કે રમજાન ના મહિનામાં મુસ્લિમ સમાજના લોકો શાહના સારા સ્વાસ્થ્ય માટે દુઆ કરે.
ત્રિશુલ ન્યુઝ ના ફેકટ ચેકમાં જાણવા મળ્યું કે આ વાયરલ ટ્વીટ ફેક છે. અમિત શાહે આવું કોઈ ટ્વિટ કર્યું નથી.
વાયરલ ટ્વીટમાં લખ્યું છે કે,”મારા દેશની જનતા, મારા દ્વારા ઉઠાવવામાં આવેલ દરેક પગલું દેશના હિતમાં રહ્યું છે, મારે કોઈ જાતિ કે ધર્મ વિશેષ ના વ્યક્તિ સાથે કોઈ દુશ્મની નથી, કેટલાક દિવસોથી બગડેલા સ્વાસ્થ્યને કારણે દેશની સેવા કરી શકતો નથી, આ જણાવતી વખતે મને દુઃખ થઈ રહ્યું છે કે મને ગળાના પાછળના ભાગમાં બોન કેન્સર છે, હું આશા કરું છું રમજાનના આ મુબારક મહિનામાં મુસ્લિમ સમાજના લોકો મારા સ્વાસ્થ્ય માટે દુઆ કરશે અને જલ્દીથી સ્વસ્થ થઈને તમારી સેવા કરીશ.”
આ ટ્વિટ ધ્યાનથી જોતાં આખી રમત સમજાઈ ગઈ. સૌથી પહેલા તો આ ટ્વિટમાં ઘણી ભૂલો છે. ઉદાહરણ તરીકે ‘જાતિ’ શબ્દની જોડણી માં ભૂલ છે. તે જ રીતે આ વાક્યની બનાવટ પણ ખોટી છે – ” મારે કોઈ જાતિ કે ધર્મ વિશેષ વ્યક્તિ સાથે કોઈ દુશ્મની નથી. “
આ ટ્વીટને જોતાં સમજાય છે કે આ ટ્વીટ જરૂર કરતાં વધારે લાંબુ છે. અમે જ્યારે આ ટ્વીટને જોયું તો જણાયું કે આ ટ્વિટમાં 149 અક્ષર વધુ છે. જ્યારે ટ્વિટરના એક ટ્વિટમાં 280 અક્ષર જ લખી શકાય છે, જો આ ટ્વીટનું કન્ટેન્ટ આનાથી લાંબું હોય તો તેને અલગ ટ્વિટમાં તોડવામાં છે.
આ ઉપરાંત વાઈરલ ટ્વિટનું કન્ટેન્ટ પણ અલાઇન્ડ નથી. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ ટ્વીટ કરે છે ત્યારે ટ્વીટનું કન્ટેન્ટ વ્યક્તિ ના ફોટા ની નીચે નથી આવતું, જેવું આ વાયરલ ટ્વીટમાં દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત અમને અમિત શાહના ટ્વિટર એકાઉન્ટ પર આવું કોઇ ટ્વીટ મળ્યું નથી. તેમજ તેઓ એક ટ્વિટ ના ફોટા માં બિલકુલ સ્વસ્થ દેખાઈ રહ્યા છે.
જેથી સ્પષ્ટ વાત છે કે અમિત શાહના નામે વાયરલ થતું નકલી છે અને વાયરલ કરનાર વ્યક્તિને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પકડી પાડયો છે.
આ વાઈરલ થયેલા ટ્વીટ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. અને અમિત શાહે પણ આ વાઈરલ ટ્વીટને રદિયો આપતા ખુલાસો કર્યો છે. કે તેઓ બિલકુલ સ્વસ્થ છે અને મોદી રાત સુધી કોરોના મહામારીના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં વ્યસ્ત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news