ગુજરાતમાં દિવસે દિવસે કોરોનાના કેસ માં ઘટાડો આવવાને બદલે વધતા જઈ રહ્યા છે. CM રૂપાણી સહિતના ઘણા મંત્રી, ધારાસભ્યો, સાંસદો કોરોના સામેની લડાઈ માટે કામ કરી રહ્યા છે પણ ધરી સફળતા મળતી નથી. જયારે ઘણા એવા ધારાસભ્ય, મંત્રી એવા છે કે જે કોરોનાના સંકટમાં ગાંધીનગર નો રસ્તો ભૂલી ગયા છે અને પોતાના મત વિસ્તારમાં સહાયરૂપ થવાને બદલે માત્ર ફોટો સેશન આયોજિત કરી રહ્યા છે. ચૂંટાયેલા સભ્યોનું કામ એ છે કે ગાંધીનગરથી ફાળવવામાં આવતી વ્યવસ્થાને તાત્કાલિક લોકો સુધી પહોચાડવી.
વિશ્વસનીય સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમુક નિષ્ક્રિય રહેલા મંત્રીઓ અને કોરોનાના ડરથી ઘરમાં પુરાય રહેલા અને કહેવા પૂરતા ગ્રાઉન્ડ પર કામ કરતા નેતાઓ અને મંત્રીઓ સામે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રુપાણીએ લાલ આંખ કરીને જાતે ફોન કરીને સુચના આપી છે કે, હવે મંત્રીઓએ ફરજીયાત અઠવાડિયા માં ત્રણ દિવસ પોતાના મત વિસ્તાર અને પ્રભાર આપ્યો હોય તે જીલ્લામાં અને ત્રણ દિવસ ગાંધીનગર સચિવાલયમાં હાજર રહેવું પડશે.
સુત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર CM રૂપાણી નથી ઈચ્છતા કે કોરોનાને કારણે રાજ્યની વ્યવસ્થા પણ ઠપ્પ પડી જાય. કોરોનાની સાથે સાથે રાજ્યના લોકોના ધંધા રોજગાર અને અન્ય તકલીફો પણ દુર કરવા સચિવાલય ધબકતું હોવું જરૂરી છે.
સચિવાલયના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે, સરકાર હવે લોકડાઉન વધે તેવું નથી ઈચ્છતી, જ્યાં ગંભીર પરીસ્થિતિ છે ત્યાં પણ લોકડાઉનમાં થોડા અંશે છૂટછાટ આપવામાં આવશે અને સોશિયલ ડીસ્ટન્સ અને માસ્ક પહેરવા પર ભાર મુકવામાં આવશે. ગુજરાતના મોટાભાગના સ્વનિર્ભર ધંધા રોજગાર 17 મે બાદ ખુલ્લા મુકવાની વાતચીત ચાલી રહી છે.
સરકારનું માનવું છે કે, જો ધંધા રોજગાર શરુ થશે તો પલાયન કરી રહેલા મજુરો અટકશે. અને રાજ્યના ધન્ધાદારીઓનો આત્મવિશ્વાસ પણ વધશે. ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્યમંત્રી પણ લોકડાઉન વધે નહી તેવું ઈચ્છતા હોય તેવું નીવેદન કરી ચુક્યા છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હવે આપણે કોરોના સાથે જીવતા શીખી જવું પડશે. કોરોનાથી ડરીને કામ ધંધા બંધ રાખવાથી કશો ફાયદો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news