છેલ્લા ઘણા દિવસોથી એક નર્સનો ફોટો અને વિડીયો સોસિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. કારણ એટલું હતું કે એ નર્સે PPE સૂટની નીચે ફક્ત ઈનર વેર પહેરીને કોરોના ગ્રસ્ત દર્દીઓનો ઇલાજ કરી રહી હતી. આ ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ નર્સને હોસ્પિટલ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.
એક રિપોર્ટ અનુસાર જે હોસ્પિટલમાં નાદિયા નામની નર્સ કામ કરે છે, ત્યાંથી તેને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જોકે, આ જ હોસ્પિટલના અન્ય ડૉક્ટર્સ, નર્સ અને અન્ય મેડિકલ સ્ટાફે નાદિયાના પક્ષમાં છે. તેમનું કહેવું છે કે, સ્થિતિને સમજવાને બદલે થોડાં ટ્રોલના ઓપિનિયનના આધાર પર હોસ્પિટલે જે નિર્ણય લીધો છે, તે ખરેખર ખોટો છે. નોકરીમાંથી કાઢી મૂકાયા બાદ તેને મોડેલિંગની પણ ઓફર મળી રહી હોય તેવો રિપોર્ટ સામે આવ્યો છે.
રશિયાની એક હોસ્પિટલમાં PPE સૂટની નીચે માત્ર ઈનર વેર પહેરીને કોરોના પીડિતોની સારવાર કરી રહેલી એક નર્સનો ફોટો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેને રશિયાની ટુ હોટ નર્સ કહેવામાં આવી રહી છે. જોકે, હવે રશિયાની આ નર્સ અને તેના અન્ય સાથીઓએ આવા ફોટો શેર કરનારા અને સોશિયલ મીડિયા પર હેલ્થ વર્કર્સની મજાક ઉડાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે.
આ ફોટો વાયરલ થયા બાદ આ બંને નર્સે જણાવ્યું હતું કે, સતત PPE સૂટ પહેરી રાખવાને કારણે તેમને ખૂબ જ ગરમી લાગી રહી હતી અને તે બંને જરૂરિયાત કરતા વધુ દર્દીઓ હોવાને કારણે બ્રેક પણ લઈ શકે તેમ નહોતી. એવામાં તેમણે PPE સૂટની નીચે માત્ર ઈનર વેર પહેરીને કામ કરવાનું વધુ યોગ્ય સમજ્યું, કારણ કે તેઓ દર્દીઓને છોડવા નહોતી માગતી. જોકે, તેમના આ જવાબ છતા સોશિયલ મીડિયા પર તેમને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે. જોકે, હવે રશિયામાં લોકો, ઘણા નેતા અને ઉદ્યોગપતિ આ નર્સોના પક્ષમાં ઊભા થયા છે. રશિયાની મોટાભાગની હોસ્પિટલોએ સંદેશ મોકલ્યો છે કે, જે લોકો પોતાના જીવને જોખમમાં મુકીને બીજાનો જીવ બચાવી રહ્યા છે, તેમને તેમના કપડાંથી જજ કરનારા લોકો ઘટિયા છે.
નાદિયા નામની આ 23 વર્ષીય નર્સે જણાવ્યું કે, તેણે અસહનીય ગરમીને પગલે નર્સ ગાઉન ઉતારીને પોતાના સ્વિમ સૂટમાં કામ કરવાનો નિર્ણય લીધો હતો. તે એ દિવસે સતત ત્રણ શિફ્ટમાં કામ કરી રહી હતી અને તેમને એવું લાગ્યું કે દર્દીઓની સારવાર કરતા રહેવું વધુ જરૂરી છે.
નાદિયાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું મારું કામ કરી રહી હતી અને ગરમીના કારણે તે કામને અધૂરું છોડવા નહોતી માગતી. અમે અમારા જીવની પરવાહ કર્યા વિના દર્દીઓની દેખરેખ કરી રહ્યા છીએ, જે લોકો મારા કપડાંને જોઈને અસહજ થઈ રહ્યા છે, તેમને શરમ આવવી જોઈએ. આ જ હોસ્પિટલમાં કામ કરી રહેલી ડૉક્ટર અનસ્તાસિયા વાસિલ્યેવાએ કહ્યું, અમે હોસ્પિટલને સ્પષ્ટ કહ્યું છે કે, તમારે નાદિયાને પાછી લેવી પડશે. નર્સે PPE સૂટ પહેર્યો હતો. જેને માત્ર તેના ઈનર વેર દેખાઈ રહ્યા છે, તેમને એ શું કામ કરી રહી છે તેના પર ધ્યાન આપવું જોઈએ. બીજી તરફ આ વિવાદ બાદ નાદિયાને એક લોન્જરી બ્રાડ મિસ એક્સ તરફથી મોડલિંગની ઓફર પણ મળી છે, જોકે નાદિયા ફરીથી હોસ્પિટલમાં જઈને લોકોની સારવાર કરવા માગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news