લોકડાઉનમાં પોલીસ દ્વારા ઢોર માર મારવાથી અંદાજે આટલા લોકોના મોત- આંકડો જાણી ચોંકી જશો

કોરોના વાયરસથી લાગુ થયેલા લોકડાઉનનાં પ્રથમ પાંચ અઠવાડિયામાં પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા બદલ પોલીસે માર મારતાં 12 લોકોનાં મોત નીપજ્યાં છે અને ત્રણ લોકો પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામ્યા છે. બિન-સરકારી સંસ્થા કોમનવેલ્થ હ્યુમન રાઇટ્સ ઇનિશિયેટિવના એક અહેવાલમાં આ માહિતી સામે આવી છે. કોમનવેલ્થ હ્યુમન રાઇટ્સ ઇનિશિયેટિવએ 25 માર્ચથી 30 એપ્રિલના મીડિયા અહેવાલોના આધારે આ માહિતી આપી છે. આ 12 મૃત્યુમાંથી ત્રણ મૃત્યુ પોલીસે માર મારવા અને આ અપમાન બાદ આરોપી દ્વારા આપઘાતને લીધે થયાં છે.

ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશમાંથી ત્રણ મૃત્યુ થયા હતા. તે જ સમયે, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં બે લોકો અને તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં પોલીસ દ્વારા કથિત રૂપે મારવામાં આવેલ મારને કારણે એક-એકના ના મોત થયા છે. લવકુશ, મોહમ્મદ રિઝવાન, રોશન લાલ (ઉત્તર પ્રદેશના), બંસી કુશવાહા, ટીબુ મેડા (મધ્યપ્રદેશથી), શેખ મોહમ્મદ, વીરભદ્રૈયા, પેદાદા શ્રીનિવાસ રાવ (આંધ્રપ્રદેશના), સગીર જમિલ ખાન (મહારાષ્ટ્ર), અબ્દુલ રહીમ (તામિલનાડુ), લાલ સ્વામી (પશ્ચિમ બંગાળ) અને ભૂપિંદર સિંઘ (પંજાબ) સહિત 12 લોકો મૃત્યુ પામ્યા છે.

સીએચઆરઆઈના અભ્યાસ મુજબ, પોલીસની ક્રૂરતાને કારણે ભુપિંદર સિંઘ, દાદા શ્રીનિવાસ રાવ અને રોશન લાલએ આત્મહત્યા કરી લીધી હતી. સીએચઆરઆઈના અભ્યાસ મુજબ, લાલ સ્વામી (પશ્ચિમ બંગાળ), મોહમ્મદ રિઝવાન (ઉત્તર પ્રદેશ), સગીર જમીલ ખાન (મહારાષ્ટ્ર) અને ટીબુ મેડા (મધ્યપ્રદેશ) ના કેસોમાં અધિકારીઓએ નકારી કાઢ્યું હતું કે, તેમનું મૃત્યુ પોલીસની મારમારીને કારણે થયું છે.

પશ્ચિમ બંગાળના લાલ સ્વામીના મોત અંગે પોલીસે દાવો કર્યો હતો કે, આ પીડિતનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. કારણ કે, તે પહેલાથી જ હૃદયની બિમારીઓથી પીડિત હતો. કોમનવેલ્થ હ્યુમન રાઇટ્સ ઇનિશિયેટિવએ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને પત્ર લખીને માંગ કરી છે કે, આ કેસોમાં સખ્ત રીતે તપાસ કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *