રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગી ધારાસભ્યોનું વેચાણ શરુ: વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આપી માહિતી

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી ઉંધી ગણતરી ચાલુ થઇ ગઈ છે. ચૂંટણી પંચે ગુજરાત સહિતની રાજ્યસભાની 18 બેઠકોની ચૂંટણી જે મુલત્વી રાખવામાં આવી હતી તે 19 જૂનના રોજ યોજાવાની જાહેરાત કરીને રાજકીય હલચલ ઊભી કરી દીધી છે. ફરી એકવાર ભાજપ પોતાની કામગીરીમાં વળગી ગયું છે. અર્થાત ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાના પ્રયત્નો શરૂ કરી દીધા હોય તેમ બુધવારના રોજ કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક કરી છે.

આજે બીજા દિવસે ભાજપે કોંગ્રેસની એક વિકેટ ખેડવી હોય તેવા તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. વડોદરા કરજણના ધારાસભ્યને લઈને આજે વહેલી સવારથી અનેક અટકળો વહેતી થઈ છે. કરજણ કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલ આજે સવારથી તેમના ઘરેથી ગાયબ હોવાની ચર્ચા અહેવાલોમાં છે. તેમની શોધ મેળવવા ફોનનો સહારો લીધો તો સવારથી અક્ષય પટેલનો ફોન પણ બંધ આવી રહ્યો છે. ત્યારે ફરીથી ભાજપ રાજ્યસભાની ચૂંટણીના તોડમોડની નીતિમાં લાગી ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે.

વડોદરા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલને લઈને હાલ અનેક અટકળો વહેતી થઈ છે. સૂત્રોનું કહેવું છે કે, છેલ્લા ઘણા સમયથી અક્ષર પટેલ પક્ષથી નારાજ ચાલી રહ્યા હતા. અક્ષર પટેલ છેલ્લા બે દિવસથી સંપર્ક વિહોણા બન્યા છે. સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે તેમને કરજણના કોંગ્રેસ ધારાસભ્યે પદેથી પોતાનું રાજીનામું આપી દીધું છે, હાલ એવી પણ માહિતી સામે આવી રહી છે કે અક્ષર પટેલે ગાંધીનગરમાં વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું આપી દીધું છે. આ સાથે જ રાજ્યસભાની ચૂંટણી અગાઉ ફરીથી રાજકારણ ગરમાયું છે.

સૂત્રો અનુસાર, કોંગ્રેસના એક ધારાસભ્યે રાજીનામું આપી દીધું છે જ્યારે વધુ બે ધારાસભ્યો રાજીનામાં આપે તેવી સંભાવના છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું આપી દીધું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સાથે-સાથે વધુ બે ધારાસભ્યો ગુરૂવારના રોજ બપોર પછી રાજીનામાં આપે તેવી શક્યતા હોવાનું પણ સૂત્રો કહી રહ્યા છે.

રાજ્યસભાની ચૂંટણી પહેલા જ મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસના કાંતી સોઢા, જીતુ ચૌધરીએ પણ આપ્યું રાજીનામું આપ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઠાસરાના કાંતિ સોઢા પણ સંપર્ક વિહોણા બન્યા છે. કપરાડાના જીતુ ચૌધરી પણ સંપર્ક વિહોણા બન્યા છે. આ મુદ્દે કોંગ્રેસના નેતાઓ હાલ કોઇ પણ બાબતે જવાબ આપવાથી ઇન્કાર કરી રહ્યા છે.

હાલ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે, અક્ષય પટેલ બાદ કૉંગ્રેસના વધુ ચાર જેટલા ધારાસભ્યો ટૂંક સમયમાં રાજીનામાં ધરી શકે છે. આ ધારાસભ્યોમાં કપરાડા ધારાસભ્ય જીતુ ચૌધરી, ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમાર, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ અને ભિલોડાના ધારાસભ્ય અનિલ જોષિયારાનો સમાવેશ થાય છે.

કરજણના ધારાસભ્યના રાજીનામા પહેલા કૉંગ્રેસના પાંચ ધારાસભ્યો પહેલા જ રાજીનામાં આપી ચુક્યા છે. આ ધારાસભ્યોમાં ગઢડાના ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયા, લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલ અને ડાંગના ધારાસભ્ય મંગળભાઈ ગાવિતનો સમાવેશ થાય છે. આ તમામ લોકોને કૉંગ્રેસ પાર્ટીએ પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીની એક ટ્વિટ પોસ્ટ કરી છે, જેમાં જાણે આડકતરી રીતે કોંગ્રેસ તૂટી રહી હોય તેનો ઈશારો કર્યો છે. હવે અક્ષર પટેલના ગુમ થયા અને રાજીનામા આપી દીધા હોવાના અહેવાલો વચ્ચે ધાનાણીની આ ટ્વિટ અનેક સવાલો ઉભો કરી રહ્યું છે.

બુધવારના રોજ કોંગ્રેસના 3 પાટીદાર ધારાસભ્યોએ નીતિન પટેલની મુલાકાત કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. કોંગ્રેસના લલિત કગથરા, લલિત વસોયા, કિરીટ પટેલ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલને મળ્યા હતા. રાજ્યસભાની ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસના 3 પાટીદાર ધારાસભ્યોની અવરજવર ચર્ચાનો વિષય બન્યો હતો. તમને જણાવીએ કે લોકડાઉન અગાઉ સોમા પટેલે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *