ખરીદ પરોતથી બચવા કોંગ્રેસના MLA જ્યાં ભેગા થયા છે એ રાજકોટના રિસોર્ટના મેનેજર સામે સરકારે અર્થાત પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હોવાની વાત સામે આવી રહી છે. સૌરાષ્ટ્રના ધારાસભ્ય નિલ્સ સીટી રિસોર્ટમાં રાખવાનો મામલો- ગાંધીગ્રામ પોલીસે નિલસીટી રીસોર્ટના મેનેજર, માલિક અને તપાસમાં ખુલે તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. અનલોક 1માં હોટેલ/ક્લબ/રિસોર્ટને ખોલવાની મજૂરી નહીં હોવા છતાં ખોલતા ગુનો નોંધાયો હોવાાનું
કલમ 188 અને કલમ 135 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી.
આ રિસોર્ટ ભૂતપૂર્વ કોંગ્રેસ MLA ઇન્દ્રનીલ રાજયગુરુ નો છે. તેમની વિરુદ્ધ અને નિલ્સ સીટી રિસોર્ટ મેનેજર કિશોર મહેતા વિરુદ્ધ લમ 188 અને કલમ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ફરિયાદમાં રિસોર્ટમાં હાજર રહેલા કોંગી ધારાસભ્યોના નામનો પણ ઉલ્લેખ છે. Unlock1 માં હોટેલ / ક્લબ / રિસોર્ટ ને ખોલવાની મજૂરી ના હોવા છતાં ખોલતા ગુનો નોંધ્યો.
મળતી વિગતો અનુસાર રાજકોટના નીલસીટી કલબ ખાતે સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યોનો કેમ્પ ખોલવામાં આવતા સૌરાષ્ટ્રના 22 જેટલા ધારાસભ્યો આવ્યા છે.
પોલીસે આ ફરિયાદ સોશિયલ મીડિયામાં આવેલા મીડિયા ઇન્ટરવ્યુ અને ફોટો બાદ નોધી હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લ્ખાયું છે. ત્યારે પોલીસની કામગીરી ભાજપ નેતા સિવાય ના લોકો પર જ થઇ રહી હોવાનો આક્ષેપ પણ થઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news