ગઈકાલે આયુષ મંત્રાલયે બાબા રામદેવ ની કથિત કોરોનાની દવાની જાહેરાત બંધ કરવાના આદેશ બાદ આજે નવો ખુલાસો થયો છે. પતંજલિ આયુર્વેદ લિમિટેડ દ્વારા COVID-19 દર્દીઓની સારવાર માટે તેની આયુર્વેદિક દવા કોરોનિલ શરૂ કર્યાના કલાકોમાં જ કેન્દ્ર સરકારે કહ્યું છે કે “જણાવેલા દવાને વૈજ્ઞાનિક અધ્યયનના દાવા અને વિગતો સ્પષ્ટ નથી” જેની હકીકત જાણી શકાતી નથી અને આ દવાની યોગ્ય તપાસ કરવામાં આવે નહી ત્યાં સુધી કંપનીને આવી જાહેરાત કરવાનું બંધ કરવાનું કહ્યું હતું.
ઉત્તરાખંડ આયુર્વેદ વિભાગના લાઇસન્સ અધિકારી જણાવે છે કે, પતંજલિની અરજી મુજબ, અમે તેમને લાઇસન્સ આપ્યું. તેઓએ કોરોનાવાયરસનો ઉલ્લેખ કર્યો નથી, અમે ફક્ત ઈમ્યુનીટી બૂસ્ટર, ઉધરસ અને તાવ માટેના લાઇસન્સને મંજૂરી આપી છે. અમે તેઓને કીટ (COVID19 માટે) કેવી રીતે બનાવવાની મંજૂરી મળી તે પૂછવા તેઓને નોટિસ આપીશું.
As per Patanjali’s application, we issued them license. They didn’t mention coronavirus, we only approved license for immunity booster, cough & fever. We’ll issue them a notice asking how they got permission to make the kit (for COVID19): Licence Officer, Uttarakhand Ayurved Dept pic.twitter.com/I7CWKoJhbK
— ANI (@ANI) June 24, 2020
ઉત્તરાખંડ રાજ્યના ઔષધીય લાઇસન્સિંગ ઓથોરિટીના સંયુક્ત નિયામક ડૉ..વાય.એસ. રાવત એ કહ્યું કે, દિવ્ય ફાર્મસીએ કોરોનાથી સંબંધિત કોઈપણ પ્રકારની દવાઓના લાઇસન્સ માટે અરજી કરી ન હતી કે તેમને આ સંબંધમાં કોઈ લાઇસન્સ આપવામાં આવ્યું ન હતું. લાઇસન્સ ફક્ત ઇમ્યુનિટી બૂસ્ટર કીટ્સ અને તાવની દવા માટે જ આપવામાં આવ્યું હતું. પરંતુ હવે આયુષ વિભાગના ધ્યાન પર આવ્યું છે, ત્યારે દિવ્ય ફાર્મસીને નોટિસ ફટકારવામાં આવશે. તે તેમનો જવાબ સંતોષકારક નથી તો તેમના વર્તમાન લાઇસન્સ રદ કરવામાં આવશે. ”
યોગ ગુરુ રામદેવએ ગઈકાલે બપોરે ૧૨ કલાકે પોતાના હરિદ્વાર ખાતેના ઉદ્ઘાટન પ્રસંગમાં દવા લોન્ચ કરતા જણાવ્યું હતું કે, અમે COVID19 માટે પ્રથમ આયુર્વેદિક-તબીબી નિયંત્રણ કરતી દવાને સંશોધીત કરી છે. અમે ડોકટરી પુરાવા અને અભ્યાસ સાથે દવા તૈયાર કરી છે.અને અમારી આ દવાથી 3 દિવસમાં 69% દર્દીઓ સાજા થઇ ગયા છે જયારે 7 દિવસમાં 100% દર્દીઓ સાજા થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news