સુરતની સ્થિતિ જયંતિ રવિથી પણ હેન્ડલ ન થતા આખી સરકાર પણ સુરત દોડી આવી

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાનન કેસમાં ઝડપથી વધરો થઈ રહતો છે. તેમાં પણ ખાસ કરીને અત્યાર સુધી અમદાવાદમાં કોરોનાના કેસ વધતા હતા પરંતુ હવે સુરતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. સુરત શહેરમાં કોરોનાના વધતા કેસોને લઈને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે સુરતની મુલાકાતે આવ્યા છે. સુરત એરપોર્ટથી કલેક્ટર કચેરી પહોચી ગયા છે. વિજય રૂપાણી આજે સવારે 10:30 કલાકે સુરત પહોચી ગયા છે. ત્યારબાદ સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ અને ડોક્ટરો સાથે બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠક લગભગ 11:00 વાગ્યાથી ચાલુ થઇ 1:00 વાગ્યા સુધી ચાલે એવી સંભાવના છે ત્યારબાદ 2:00 વાગ્યે ફરી અમદાવાદ જવા નીકળશે. મુખ્યમંત્રીની સુરત મુલાકાતને લઈને સુરત એરપોર્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

સુરતમાં ગઈકાલે રેકોર્ડબ્રેક 248 કેસ પોઝિટિવ આવ્યાં હતાં. શહેર ઉપરાંત જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો છે. હીરા માર્કેટ અને હીરાના કારખાનાઓમાં કોરોના વકરતા તેને બંધ કરવાની નોબત આવી છે. ગાંધીનગરથી કોરોના મેનેજમેન્ટમાં ગોથું ખવાઈ ગયું હોય તેવું જણાતા પહેલાં જયંતિ રવિ દોડી આવ્યા હતા. પરંતુ મામલો હાથ બહાર નીકળતો જણાતા હવે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ કમાન સંભાળી લીધી છે. સુરતને કોરોનાથી બચાવા માટે રૂપાણી આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને અધિકારીઓનો રસાલો લઈ સુરત આવી પહોંચ્યા છે.

સુરતમાં આજે CM રૂપાણી અને ડે. CM નીતિન પટેલ સાથે જયંતિ રવિ, CMના અગ્ર સચિવ કૈલાશનાથન સહિતના અધિકારીઓ છે. સીએમ આજે સુરતમાં તબીબો, અધિકારીઓ, જનપ્રતિનિધીઓ સાથે બેઠકો યોજશે. પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો સુરતમાં આગામી સમયમાં ફરી એકવાર લૉકડાઉનનો અમલ કરવા બાબતે પણ વિચારણા કરવામાં આવશે એવું કહેવાય છે.

છેલ્લા ચાર દિવસથી આરોગ્ય સચિવે સુરતમાં ધામા નાખ્યા છે. સુરતમાં કેસ દિવસે દિવસે વધી રહ્યા છે સાથે સાથે મૃતકોનો સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે આ પગલે ગંભીરતાને જોતા મુખ્ય પ્રધાન પોતે સુરત આવી રહ્યા છે. અને મુખ્ય પ્રધાન સુરત આવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ સાથે વિચાર વિમર્શ બાદ સુરતમાં ફરી વાર લોકડાઉન લાદી શકે છે.

ઉલ્લેખનીય છે કે, સુરત કમિશ્નર દ્વારા સુરતના બે રેડ ઝોન બનેલા સુરતના કતારગામ અને વરાછા ઝોનના પણ અને ગલ્લા બંધ કરવાનો આદેશ આપી ચુક્યા છે.અને હીરાની ઓફીસ કારખાના પણ બંધ કરાવ્યા છે. સુરત મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 5719 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 214 થઈ ગયો છે.

અત્રે ઉલેખનીય છે કે, સુરત શહેરમાં ગઈકાલે સાંજે વધુ 248 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 190 જયારે ગ્રામીણ વિસ્તારમાં 58 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 5967 પર પહોંચી છે, જયારે આજે 12 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 226 પર પહોંચ્યો છે, તેવામાં આજે 87 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *