આજના સમયમાં પૈસાની શું તાકાત છે એ કોઈને જણાવવાની જરૂરત નથી. આજના સમયમાં પૈસા ભગવાન થી ઓછા નથી. એવા માં દરેક લોકો એવું જ ઇચ્છે છે કે એની પાસે પણ લાખો કરોડો રૂપિયા હોય. લોકોને પૈસાની કિંમતની સમજ છે, એટલા માટે અમુક લોકો પહેલાથી જ એમના ભવિષ્યમાં આવવાની પરેશાનીથી બચવા માટે પૈસાની બચત કરવાનું શરુ કરી દે છે.એ એના માટે જ નહિ પરંતુ એના સાથે જોડાયેલા બધા લોકો માટે ફાયદાકારક હોય છે.
જો તમારી પાસે પણ જુની નોટો છે તો તમે તેનાથી હજારો અથવા લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. ઇ-કોમર્સ સાઇટ ઇબે પર 1969માં છપાયેલી એક રૂપિયાની નોટ 699 ડોલર એટલે લગભગ 51 હજાર રૂપિયામાં હરાજી થઇ રહી છે. આ પ્રકારે એંટીક અને રેર નોટ તથા સિક્કા ભેગા કરનાર લોકો તેને મોટી કિંમતમાં ખરીદે છે. આ સાઇટ પર જુની ભારતીય નોટ તથા સિક્કાની કિંમત વધારે મળી રહી છે.
ઘણા લોકોને હોય છે જૂની વસ્તુઓ ભેગી કરવાનો શોખ
મોટા ભાગે આપણી આસપાસ અમુક લોકો એવા પણ હોય છે જેને જૂની પુરાની વસ્તુઓ ભેગી કરવાનો શોખ હોય છે. તે લોકો જૂની ટપાલ ટિકિટ ભેગી કરે છે. એને નોટને પણ ભેગી કરવાનો શોખ હોય છે. ઘણા લોકો પાસે નોટોની ચલન થી લઈને અત્યાર સુધીના બધા કલેક્શન રાખેલા જોવા મળે છે. આમ તો ઘણા એવા લોકો જોવા મળે છે. જે લોકોને આ પ્રકારના શોખ હોય છે, ઘણી વાર એના આ શોખ એમના માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે.
નોટ પર લખેલા ખાસ નંબરના કારણથી લોકો ખરીદે છે નોટ
જૂની નોટોની બોલી થાય છે. જે લોકો આ પ્રકારની નોટને ભેગી કરવાના શોખીન હોય છે, તે એના માટે ખુબ જ મોટી રકમ આપવા માટે પણ તૈયાર થઇ જાય છે. ઘણી વાર નોટોમાં લખેલા કોઈ ખાસ નંબરના કારણે પણ લોકો એને ખરીદવા માંગે છે. એવામાં જો તમારી પાસે પણ આ પ્રકારની કોઈ નઑ હોય તો તમે એક પળમાં જ માલામાલ થઇ જશો. જે નોટ પર ટ્રેક્ટર બનેલું હોય છે તે નોટની સારી કિંમત મળી શકે છે. આજે અમે એવા જ એક 5 ની નોટ વિશે જણાવીશું જેના પર એક ખાસ નંબર લખેલો હોય તો તમે થઇ શકો છો માલામાલ..
૫ ની આ એક નોટથી બની શકો છો અમીર:-
ઘણી જગ્યા પર આ નોટોની કિંમત લાખોમાં બતાવવામાં આવે છે. જો એવું છે કે નહિ એના વિશે આજે અમે તમને જણાવીશું. કિંમત જણાવતા પહેલા અમે તમને અમે તમને આ નોટ સાથે જોડાયેલઅમુક તથ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા આ નોટને આપણા દેશમાં 24 માર્ચ 1975 માં ચલાવવામાં આવતી હતી.એ સમયે આરબીઆઇના ગવર્નર એસ. જગનાથન હતા. આ નોટની પહેલા આપણા દેશમાં 5 ની હરણ વાળી નોટ હતી. આ નોટનો રંગ લીલો અને કેસરી છે. જો તમે આ નોટને સામેથી જોશો તો એક ગુલાબી રંગમાં 5 લખેલું દેખાશે.
અમુક નોટ વેચાય જાય છે ફક્ત ગવર્નરના સિગ્નેચરના કારણે..
આ નોટનીડાબી તરફ વોટરમાર્ક થી અશોક સ્તંભ બનેલો હોય છે. નોટની નીચેની તરફ આરબીઆઇના લોગો બનેલો હોય છે. જે નોટમાં બે વાર 786 હોય છે, તે નોટની કિંમત 4 હજાર રૂપિયા છે. એ પણ બતાવવામાં આવી રહ્યું છે કે જે નોટોની કટાઈ અથવા છપાઈ માં મિસપ્રિન્ટ થઇ ગઈ છે, એ પણ હજારોમાં વેચાય છે. અમુક નોટ છે જે ફક્ત ગવર્નર ની સિગ્નેચારના કારણથી જ વેચાય જાય છે. એમાંથી એક છે, અમિતાભ ઘોસ ના સિગ્નેચર વાળી નોટ જે ખુબ જ મોંઘી વેચાય છે. આમ તો એની સાચી કિંમત કઈ છે એના વિશે કોઈ વધારે જાણકારી નથી.