ટાંકીની સફાઇ કરવા ઉતરેલા ચાર શ્રમિકોનું ઝેરી ગેસનું ગળતર થવાને લીધે મોત

ગુજરાતના અમદાવાદમાં કપડાની ફેક્ટરીમાં કેમિકલ વેસ્ટની ટાંકી સાફ કરતી વખતે ચાર મજૂરનાં મોત નીપજ્યાં હતાં. અમદાવાદના ધોળકા ખાતે ચિરીપાલ ગ્રુપના વિશાલ ફેબ્રિક યુનિટમાં આ અકસ્માત થયો હતો.

અમદાવાદ ગ્રામીણ નાયબ પોલીસ અધિક્ષક નીતેશ પાંડેએ એક ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે, “ચાર મજૂરો કેમીકલ વેસ્ટ ટાંકીની સફાઇ કરી રહ્યા હતા, ત્યારબાદ કેમિકલ વેસ્ટ ટાંકીમાંથી ઝેરી ગેસ નીકળ્યો. આ ઝેરી ગેસને કારણે ચારેય મજૂરોનાં મોત નીપજ્યાં હતાં. આ કેસમાં એફઆઈઆર નોંધાઈ રહી છે. સાથોસાથ બનાવની તપાસ કરવામાં આવી રહી છે.

ઝેરી ગેસ લીક ​​થવા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી. આ પહેલા 7 મેના રોજ વિશાખાપટ્ટનમમાં એલજી પોલિમર કંપનીના પ્લાન્ટમાં ગેસ લિક થવાનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકોનાં મોત નીપજ્યાં છે અને ઘણા લોકોની હાલત ગંભીર છે.

આ કેસમાં પોલીસે સખત કાર્યવાહી કરી કંપનીના સીઈઓ, ટેક્નિકલ ડિરેક્ટર સહિત 12 લોકોની ધરપકડ કરી છે. આ અકસ્માત એટલો મોટો હતો કે લોકો ઝેરી ગેસથી ફસાઈ જતા રસ્તા પર પડવા લાગ્યા હતા. ગેસ લિકેજની ઘટના બાદ વહીવટી તંત્રએ આસપાસના ગામોને ખાલી કરાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *