સુરતમાં બાળકીના જન્મ બાદ મહિલાનું મોત, ડૉક્ટરોની બેદરકારીનો આરોપ

ગણદેવીના કાછોલીમાં મહિલા માત્ર સગાઈ થયા બાદ લગ્ન કર્યા વિના છેલ્લા બે વર્ષથી મંગેતર સાથે રહેતી હતી. દરમિયાન મહિલાએ અમલસાડની સરકારી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યા…

ગણદેવીના કાછોલીમાં મહિલા માત્ર સગાઈ થયા બાદ લગ્ન કર્યા વિના છેલ્લા બે વર્ષથી મંગેતર સાથે રહેતી હતી. દરમિયાન મહિલાએ અમલસાડની સરકારી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યા હતો. ત્યારબાદ બ્લિડિંગ શરૂ થયા પછી સારવાર માટે તેણીને સુરત લાવવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મહિલાના મોત મુદ્દે અમલસાડ હોસ્પિટલના ડોકટરોની બેદરકારીને કારણે મૃત્યુ થયું હોવાનો આરોપ લગાવ્યો છે.

અમલસાડની સરકારી હોસ્પિટલમાં ગણદેવીના કછોલી ગામના ડુંગરી ફળિયામાં રહેતી પ્રિયંકા ધર્મેશ હળપતિની સગાઇ થઈ હતી. તે પોતાના મંગેતર સાથે છેલ્લા બે વર્ષથી રહેતી હતી. અને આ બે વર્ષ દરમિયાન મહિલા ગર્ભવતી થઇ હતી. અને મહિલાને બુધવારના રોજ પ્રસુતિ પીડા ઉપાડતા તેને અમલસાડની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો. જોકે ત્યાંથી તબીબોએ દવા આપી રવાના કરી દીધા હતા.

આ મામલે પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે તેઓ સિઝેરીયન ડિલિવરી માટે સહમત હતા. પરંતુ પણ એવું ન કરતાં બુધવારે ફરી પ્રસુતિની પીડા ઉપડતા પ્રયિંકાને અમલસાડની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં બે કલાક બાદ પ્રસુતિ થઈ અને ત્યારબાદ બ્લડીંગ શરૂ થઈ જતાં ગંભીર હાલતમાં પ્રિયંકાને તાત્કાલિક નવસારી અને ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

સુરતની સિવિલમાં સર્જરી પણ કરાઈ હતી. મહિલાના મોત મામલે અમલસાડ હોસ્પિટલના ડોકટરોની બેદરકારીને કારણે મોત નીપજ્યું હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે. જો કે પરિવારના આક્ષેપ બાદ પોલીસે મૃતકના પીએમથી લઈને મોતનું કારણ જાણવા સમગ્ર કેસમાં આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *