અમદાવાદમાં થઇ JNU વાળી: નીખીલ સવાણી ગંભીર રીતે ઘાયલ, જુઓ વિડીયો….

જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં કેટલાક બુકાનીધારી યુવકો દ્વારા એકાએક વિદ્યાર્થીઓ પર હુમલો કરાતા દેશભરમાં ફરીવાર વિવાદ ઉભો થયો છે. આ ઘટનાના પતિસાદ રૂપે મંગળવારે સવારે અમદાવાદમાં એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકરો આમને-સામને થઈ ગયા હતા અને લાકડી-ધોકા વડે સામ-સામે મારામારીના દૃશ્યો સર્જાયા હતા. જેમાં એનએસયુઆઈના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી લોહી લુહાણ થયા હતા. બીજીતરફ સ્થિતિને કાબૂમાં લેવાના નામે પોલીસે પણ એનએસયુઆઈના જ કાર્યકરોને ટાર્ગેટ કરીને માર્યા હોવાના આક્ષેપો થયા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર એનએસયુઆઈના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી સહિત તેના પાંચ કાર્યકરોને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ લઈ જવાયા છે.

ઋત્વિજ પટેલે કહ્યું…

યુવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે, એનએસયુઆઈ દ્વારા એબીવીપીના કાર્યાલયનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જોકે પોલીસે આ કાર્યક્રમને થવા દીધો નહોતો. તેમણે વધુમાં કહ્યુ કે, લોકશાહીમાં હિંસાને કોઈપણ સ્થાન નથી. જેથી પોલીસે મારામારી કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કહ્યું હતું કે, આ આખી પરિસ્થિતિને સમજવાની જરૂર છે કારણ કે જે રીતે એબીવીપીના કાર્યકરોએ પ્રિપ્લાન કરીને હુમલો કર્યો છે તે ઘણું કહી જાય છે. એનએસયુએ ખુલ્લેઆમ આક્ષેપો કર્યા છે કે, ભાજપના જ ગુંડાતત્વોએ આ હુમલો કર્યો છે.

ગુજરાતમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે આંતરિક રાજકારણ શરૂ થયું છે. જેને પગલે આજે અમદાવાદના પાલડીમાં આવેલા એબીવીપીના કાર્યાલય ખાતે એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું છે. એનએસયુઆઈના કાર્યકરોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસને પણ આ હિંસા માટે જાણે અગાઉથી જ સૂચના હોય તે રીતે તેમણે એનએસયુઆઈના કાર્યકરોને જ નિશાન બનાવ્યા હતા.  હિંસા બાદ એબીવીપીના કાર્યાલય પર મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. એબીવીપીનો આરોપ છે કે,  કોગ્રેસના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. એબીવીપીના કાર્યકરો દ્વારા કોઈના પર હુમલો કરવામાં આવ્યો નથી.

ABVP કાર્યકરોએ પૂર્વાયોજિત કાવતરું ઘડી હુમલો કર્યોઃસવાણી

એનએસયુઆઈના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીએ આક્ષેપ કર્યો હતો કે, તેમના કાર્યકરો તો શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા જે તેમનો અધિકાર છે. તેમણે ગઈકાલે સાંજથી જ આ માટે આહવાન પણ કરી દીધું હતું. પરંતુ એબીવીપીના કાર્યકરો અગાઉથી જ લાકડીઓ અને પાઈપો જેવા હથિયારો વડે સજ્જ હતા. જેવી અમારી રેલી તેમના કાર્યાલય પાસે પહોંચી કે તુરત તેઓ પૂર્વાયોજિત કાવતરાના ભાગરૂપે અમારી પર ચોતરફથી તૂટી પડ્યા હતા. તેમણે અમને ઘેરી લઈને અમારી પર હુમલો કર્યો હતો અને પથ્થરમારો પણ કર્યો હતો.

પોલીસે પણ સ્થિતિ થાળે પાડવાના નામે એનએસયુઆઈના કાર્યકરોને જ ધોયા

એનએસયુઆઈના કાર્યકરોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસને પણ આ હિંસા માટે જાણે અગાઉથી જ સૂચના હોય તે રીતે તેમણે એનએસયુઆઈના કાર્યકરોને જ નિશાન બનાવ્યા હતા. પોલીસ અચાનક દોડતી આવી અને એનએસયુઆઈના કાર્યકરોને એકલા પાડી-પાડીને તેમને ચારેય બાજુ થી મારવામાં આવ્યા હતા. સંખ્યાબંધ કાર્યકરોને આ કારણે નાની-મોટી ઈજાઓ પહોંચી છે અને તેમને હાલ સારવાર આપવામાં આવી રહી છે. પોલીસની આવી ભૂમિકાને પણ પ્રજા માફ નહીં કરે તેમ નિખિલ સવાણીએ કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *