ગાઝિયાબાદના વિજય નગર વિસ્તારમાં ગોળી વાગીને પત્રકાર વિક્રમ જોશીનું મોત નીપજ્યું છે. પત્રકાર વિક્રમ જોશીની યશોદા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. વિક્રમ જોશીને વિજય નગર વિસ્તારમાં ફાયરિંગ કરાઈ હતી. વિક્રમ જોશી પર છેડતીની ફરિયાદ કરતા બદમાશો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં વિક્રમ જોશીના ભત્રીજા કહે છે કે કમલ-ઉદિનના પુત્ર સહિત કેટલાક છોકરાઓ મારી બહેન સાથે છેડતી કરતા હતા. મારા મામા ઘરે જઇ રહ્યા હતા ત્યારે કમલ-ઉદીનના પુત્રએ તેના પર હુમલો કરી ગોળી ચલાવી હતી. જ્યાં સુધી મુખ્ય આરોપી પકડાય નહીં ત્યાં સુધી અમે અમારા મામાની લાશ નહીં લઈએ.
Some boys including Kamal-ud-Din’s son used to eve-tease my sister. It was her b’day when incident occured. My uncle was coming home with her when Kamal-ud-Din’s son attacked him&shot him. We’ll not accept my uncle’s body till main accused is caught: Journalist Vikram’s nephew pic.twitter.com/IdDhXC9qnt
— ANI UP (@ANINewsUP) July 22, 2020
એએનઆઈ સાથે વાત કરતાં વિક્રમ જોશીના ભત્રીજાએ કહ્યું કે મારું ઘર માતા કોલોનીમાં છે. આ લોકો મારી બહેન પર ટિપ્પણી કરતા. મારા મામાએ વિરોધ કર્યો. આ પછી, કમલ-ઉલ-દીનના છોકરાએ મારા મામાના માથામાં ગોળી મારી દીધી છે. મામા મારી બહેનનો જન્મદિવસ મનાવવા માટે આવી રહ્યા હતા અને વચ્ચે જ બદમાશોએ તેને ઘેરીને ગોળી મારી દીધી હતી.
વિક્રમ જોશીના ભત્રીજાએ કહ્યું કે પહેલા મારા મામાને 15-20 દુષ્કર્મીઓએ ખૂબ માર માર્યો, ત્યારબાદ ગોળી મારી. અમે પહોંચ્યા ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું. અમને હવે ન્યાય જોઈએ છે. અમારે કામ-યુ-દીનનો છોકરો જોઈએ છે. પોલીસની બેદરકારીનો આક્ષેપ કરતા ભત્રીજાએ કહ્યું કે અમે ફરિયાદ કરી હતી, પરંતુ કોઈએ કોઈ કાર્યવાહી કરી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news