ગઈકાલે તારીખ 9 ઓગસ્ટ ને બપોરે એક વાગ્યાની આજુબાજુ પીસીઆર વાન નંબર 1329 મા ના પોલીસ અધિકારીઓ રોયલ પ્લાઝા વેડ રોડની સામે ડ્યુટી બજાવતા હતા. રોયલ પ્લાઝા ની સામે રોંગ સાઈડ અને નંબર પ્લેટના ટ્રાફિકના ગુનામાં ઊભા રાખીને તેને માસ્ક ન પહેરવાના અને થૂંકવાના ગુના ના મેમો રૂપિયા 500 પકડાવતા હતા. જોકે પીડિત આવી કોઈ પ્રવૃત્તિ માં સંકળાયેલા નહોતા.
જે ભાઈ પાસેથી 500 રૂપિયા પડાવ્યા તેને ઊભા રાખીને પૂછતાં તેને કીધું કે હું કંઈ થૂંકતા કે માસ્કના ગુનામાં પકડાયો નહોતો છતાં પણ મને માસ્ક અને થૂંકવાનો મેમો પકડવામાં આવ્યો. આવી રીતે ટાર્ગેટ પૂરો કરવા માટે ટ્રાફિકના ખોટા ખોટા ગુના ઊભા કરીને ટાર્ગેટ પૂરો કરવા માટે છેલ્લા ઘણા દિવસથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવે છે.
જે પોલીસ અધિકારી મેમો પકડાવે છે તે ખુદ માવો ખાઈ અને જાહેર રસ્તા પર થૂંકે છે. તો એ બાબતે વિડિયો રેકોર્ડિંગ કરીને તેને પૂછતાં તેના સાથી અધિકારી દ્વારા એવું જણાવાયું કે રોડમાં સાઈડ પર થૂંકે તો ચાલે.
અને જે અધિકારી રોડ પર થુકતા હતા તેણે પહેલા તો માનવાની ના પાડી દીધી અને પછી વિડિયો રેકોર્ડિંગ પડેલું છે એવું કહેતા તેણે કબૂલ કર્યું અને પોતાનું અને પોતાના ૫૦૦ રૂપિયા નો મેમો ફાડ્યો. આવી રીતે ઘણા ટાઈમથી ટ્રાફિક ના નામે ખોટા મેમા પકડવામાં આવે છે અને ટાર્ગેટ પુરો કરવામાં આવે છે અને વેડ રોડ ઉપર જનતાને લૂંટવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP