ધોનીની વિદાય મેચ થશે કે નહીં? BCCIના ઉપાધ્યક્ષે આપ્યું મોટું નિવેદન

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા આપી દીધું હતું. માહીએ ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લેવાની જાહેરાત કરી. પણ વિદાય મેચ રમ્યા વગર જ આ રીતે ક્રિકેટને અલવિદા કહેવું ધોનીના ફેન્સને પસંદ ન આવ્યું. અને તેઓ સતત ધોનીની વિદાય મેચ માટે માગ કરી રહ્યા છે. તો ઝારખંડના સીએમ હેમંત સોરેને પણ બીસીસીઆઈને ધોની માટે એક વિદાય મેચનું આયોજન કરવાની માગ કરી છે.

આ પછી, ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને બીસીસીઆઈને રાંચીમાં ધોનીની ફેરવેલ મેચ યોજવાની અપીલ કરી હતી. આઇપીએલના પૂર્વ અધ્યક્ષ રાજીવ શુક્લાનું આ નિવેદન છે. રાજીવ શુક્લાએ કહ્યું છે કે, ધોની ક્યારેય ઈચ્છતો ન હતો કે તે કોઈ વિદાય મેચ રમે. અને આ જ કારણે તેની કોઈપણ વિદાય મેચ રમવાનો પ્રશ્ન જ આવતો નથી.

તમને જણાવી દઈએ કે, ઝારખંડના સીએમ હેમંત સોરેને ટ્વીટ કર્યું હતું કે, ‘દેશ અને ઝારખંડને ગૌરવ અને ઉત્સાહની અનેક ક્ષણો આપનાર માહી આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયા છે. વાદળી જર્સી પહેરીને દરેકના મનપસંદ ઝારખંડની લાલ મહી આપણે જોઈ શકશે નહીં, પરંતુ દેશવાસીઓનું હૃદય હજી ભરેલું નથી.

બીસીસીઆઈને અપીલ કરતાં સીએમ સોરેને કહ્યું કે, મારું માનવું છે કે રાંચીમાં અમારી મહીની ફેરવેલ મેચ થવી જોઈએ, જેની આખી દુનિયા સાક્ષી બનશે. હું બીસીસીઆઈને અપીલ કરવા માંગુ છું કે, માહીની ફેરવેલ મેચ યોજવામાં આવે, જેનું આયોજન સમગ્ર ઝારખંડ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *