હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. શરૂઆતમાં અમદાવાદમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા હતા. ત્યાર બાદ સુરતમાં અને તે પછી વડોદરામાં કોરોનાના કેસમાં જંગી વધારો થયો હતો. ત્યારે હાલમાં રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેમ છતાં સુરતમાં પણ કોરોનાના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાજ્યમાં અનલોક લાગુ થતાની સાથેજ તંત્ર દ્વારા લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાની સૂચના આપવામાં આવી રહી છે. કોરોનાના કેસ વધતા રાજ્યમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું પરંતુ અનલોકમાં લોકોને વધુ છૂટછાટ આપવામાં આવતા લોકોની અવર-જવર શહેરમાં વધી રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ-અલગ જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવે છે. જો તપાસ દરમિયાન કોઈપણ જગ્યાએ નિયમોનો ભંગ થતો જણાય તો તે વ્યક્તિઓને દંડ ફટકારવામાં આવે છે અથવા તો દુકાનો કે ઓફિસો કે પછી મોલને બંધ કરી દેવાની પણ કાર્યવાહી કરવામાં આવે છે.
કોરોના અપડેટમાં હાલમાં મળતી માહિતી અનુસાર, ગઈકાલના રોજ સુરત શહેરમાં 154 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. સુરતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 17,854 છે. સુરત મહાનગરપાલિકાની 2,640 ટીમો દ્વારા સુરતના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા 2,65,189 ઘરોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને તેમાં કુલ 7,80,581 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ગઈકાલના રોજ સુરત મહાનગરપાલિકાની ટીમો દ્વારા 25,804 લોકોને હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. સુરતના ફાયર વિભાગ દ્વારા 2,238 જગ્યાઓને ડીસઈનફેક્ટ કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી.
ગઈકાલના રોજ સુરતમાં આવેલી અનાજ-કરીયાણાની દુકાનો ઊપર સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન ન થતું હોવાના કારણે 2400 જેટલી અનાજ-કરીયાણાની દુકાનો બંધ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત શહેરમાં 1,700 શાકભાજીની લારી અને દુકાનને પણ નિયમ ભંગ બદલ બંધ કરવામાં આવી હતી અને અલગ-અલગ વિસ્તારમાં રસ્તા પર વસ્તુનું વેચાણ કરતા 1,499 જેટલા પાથરણાવાળા સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનના અધિકારીઓ દ્વારા ડાયમંડ યુનિટો અને ટેકસટાઇલ યુનિટો આ ઉપરાંત પાનના ગલ્લા અને સોડા શોપના માલિકો પાસેથી નિયમ ભંગ બદલ 14 હજાર રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en