તમે વારવાર સાંભળ્યું જ હશે ચોરી કે મારામારીની ફરિયાદ નોંધાવા માટે પોલીસ સ્ટેશનમાં જતા હોય છે. પરંતુ પોલીસ આવા લોકોની ફરિયાદ નોધવા ઘણીવાર હંફાવી દેતી હોય છે. પરંતુ સુરતમાં સરથાણા પોલીસ દ્વારા એક અજીબોગરીબ કેસમાં ફરિયાદ નોધવામાં આવી છે. આ ફરિયાદ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી છે જેથી સમાજમાં દાખલો બેસે કે કોઈ પણ ઘટના બને પોલીસે ફરિયાદ લેવી જ જોઈએ.
આ સમગ્ર ઘટનામાં મળતી માહિતી અનુસાર, સરથાણા પોલીસે 150 રૂપિયાની કિંમતના ડંડાવાળું પોતું ચોરાયાની ફરિયાદ નોંધી છે. ફરિયાદીની ઓફિસની બહાર પાર્ટીશન બહાર મુકાયેલું પોતું સૂકવવા માટે મુક્યું હતું. જેને કોઈ અજાણ્યા વ્યક્તિઓ ચોરી ગયા હોવાની ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. જેના આધારે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
સુરતમાં ઉત્રાણ ખાતે આવેલા સૌરાષ્ટ્ર પેલેસમાં રહેતા જનકભાઈ બાલુભાઈ ભાલાળાએ (મૂળ ગામ-ઉમેજ, તાલુકો-ઉના) સરથાણા પોલીસમાં ફરિયાદ કરી છે. જે અનુસાર સહજાનંદ બિઝનેસ હબમાં 13 અને 14 નંબર વાળી ઓફિસના કાચના પાર્ટીશનની બહાર 4 સપ્ટેમ્બરના રોજ ડંડાવાળુ પોતું સૂકવવા માટે મુક્યું હતું.
આ ગુના સંબંધે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેની વિગત આ પ્રમાણે છે. ભરતભાઇ કાનજીભાઇ કાનાણી ધંધો, જમીન દલાલી, કલ્પેશભાઈ વશરામભાઈ તેજાણી, ધંધો એમ્બ્રોડરી, વિગ્નેશ ભાઈ ભોળાભાઈ માંગુકિયા, ધંધો હીરા દલાલી. પોલીસે આ ત્રણ લોકોની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.
જોવા જઈએ તો સામાન્ય રીતે પોલીસ મોટા ગુના જેવા કે રેત ખાનન,દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરો સુધી નથી પહોચી શકતી એવામાં પોલીસે સાવ નજીવા કેસ માં ત્રણ લોકોની ધરપકડ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en