ભાદરવા મહિનામાં કુતરી સાથે દુષ્કર્મ આચરતો વ્યક્તિ ઝડપાયો

મહારાષ્ટ્રના ખારઘરમાંથી એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે અહીંયા 20 વર્ષના એક યુવકની ધરપકડ કરી છે. આ યુવક પર એક કુતરી સાથે દુષ્કર્મ કરવાનો આરોપ છે. એક જનાવર સાથે સૃષ્ટી વિરુદ્ધનું કાર્ય કરનાર વ્યક્તિની ઓળખ મૂન મૂન કુમાર ગોવર્ધન કુમાર રામ તરીકે થઈ છે. જાણકારી અનુસાર મૂન મૂન કુમાર એક ખાણીપીણી હોટલમાં કામ કરતો હતો. પોલીસે ગયા ગુરુવારે તેને અદાલતમાં રજૂ કર્યો હતો જ્યાં અદાલતે તેને રિમાન્ડ પર મોકલી દીધો હતો.

આ મામલાને લઈને જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તે મુજબ આ ઘટના 15 ઓગસ્ટે બની છે. તે દિવસે કેટલાક વિદ્યાર્થીઓ ખારઘર સેક્ટર-4 ના વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે જ તેમણે આ વ્યક્તિને શેરીમાં ફરી રહેલી એક કુતરી સાથે ગંદી હરકતો કરતા જોયો. આ વિદ્યાર્થીઓએ તે જ સમયે તે વ્યક્તિનો વિડીયો ઉતારી લીધો અને પછી આ વીડિયોને ઈન્ટરનેટ ઉપર પણ અપલોડ કરી દીધો.

આગળના દિવસે પશુઓના અધિકારો માટે કામ કરતાં વિજય નામના વ્યક્તિની નજર આ વિડીયો ઉપર પડી હતી. આ વીડિયોને જોતા જ વિજય હેરાન થઇ ગયો હતો, તે જ સમયે પોલીસને તેના વિશે જાણકારી આપી.

ત્યારબાદ પોલીસે આ મામલાનો કેસ નોંધવાની ના પાડી દીધી. ત્યારબાદ પેટા ના કેટલાક સભ્યોએ આ મામલામાં નવી મુંબઈના મોટા પોલીસ અધિકારીઓને ફરિયાદ કરી ત્યારે જઈને પોલીસે બુધવારે કેસ નોંધ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *