અમદાવાદમાં અડધી રાત્રે અચાનક 2 માળનું મકાન ધરાશાયી -જાણો કેટલાના થયા મોત

અમદાવદમાં અવાર-નવાર મકાન ધરાશયી થયા હોવાની ઘટના સામે આવતી રહે છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં હજારો એવા મકાનો અને ઇમારતો એવા છે જે હાલમાં જર્જરિત હાલતમાં…

અમદાવદમાં અવાર-નવાર મકાન ધરાશયી થયા હોવાની ઘટના સામે આવતી રહે છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં હજારો એવા મકાનો અને ઇમારતો એવા છે જે હાલમાં જર્જરિત હાલતમાં છે અને ભૂતકાળમાં પણ મકાનો અને ઇમારતો ધરાશયી થવાથી અનેક લોકોનાં મોત પણ નીપજ્યા છે પરંતુ હાલ પણ કોર્પોરેશન ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ગઈકાલના રોજ સાંજે ફરી અમદાવાદમાં (Ahmedabad) એક મકાન ધરાશયી થયાની ઘટના બની છે, જેમાં એક યુવકનું મોત પણ નીપજ્યું છે.

ગુજરાતમાં આવેલ અમદાવાદના ખાડીયા વિસ્તારમાં (Khadiya house collapsed) ગઈકાલે સાંજના સમયે એક જૂનવાણી ઘર ધરાશાયી થતા અગાશીમાં ખાટલા પર સુતેલા (Man died slept on roof) આશાસ્પદ યુવકનું મોત થયું નીપજ્યું છે. નોકરી પરથી પરત ફરીને યુવક એક મકાનની અગાશીમાં ખાટલા પર સુતો હતો. અગાશી ઉપર ઊંઘવા ગયેલા યુવકે સ્વપ્ને પણ નહીં વિચાર્યુ હોય તે કાયમ માટે નિંદ્રામાં જતો રહેશે. જોકે, તંત્રની (AMC) બેદરકારીએ ફરી એક વાર નિર્દોશનો ભોગ લીધો છે.

ખાડીયા વિસ્તારમાં મકાન ધરાશયી થતાની સાથે જ ઘટના સ્થળ ઉપર લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. ત્યાં આજુબાજુ વસવાટ કરતા લોકોના જણાવ્યા અનુસાર, મૃત યુવકનું નામ માનું રામ મિણા છે. ખાડીયા વિસ્તારમાં આવેલ સારંગપુર દૌલતખાનામાં (Sarangpur dolatkhana) આવેલ રબારી વસાહતમાં ભાડે રહેતા યુવક રાતે સુઈ રહયો હતો અને મોડી રાતે અચાનક 2 માળની આગાશી તૂટી પડતા યુવક જે ખાટલા પર સુઈ રહયો હતો તે ખાટલા સાથે નીચે પટકાયો હતો અને ઘટના સ્થળ ઉપર જ યુવકનું મોત થઈ ગયું હતું.

સમગ્ર ઘટના બાદ ત્યાં હાજર લોકો દ્વારા ફાયર બ્રિગેડને જન કરવામાં આવી હતી. ત્યાં આજુબાજુ વસવાટ કરતા લોકોના જણાવ્યા અનુસાર, યુવક અમદાવાદ ના એક પ્રખ્યાત ચવાણા હૉઉસમાં કામ કરતો હતો અને જે ગઈ કાલે નોકરી પુરી થયા બાદ ઘરે આવ્યો અને ઊંઘી રહ્યો હતો. જોકે ઘટના ખુબજ ગંભીર છે કારણ કે, કેટલાક સ્થાનિકોનું કેહવું છે કે જો આ ઘટના રાતની જગ્યા બપોરે અથવા સવારે બની હોત તો અનેક લોકોનાં મોત થઈ જાત. મળતી માહિતી પ્રમાણે 8 થી વધુ લોકોને તો ફાયર બ્રિગેડના જવાનો રેસ્ક્યુ (Fire rescue) કરી બચાવ્યા છે. હાલ તો પોલીસે અકસ્માત નો ગુનો નોંધી તપાસ કરી રહી છે ત્યારે આ ઘટના માં કોની બેદરકારી છે તે મોટો સવાલ છે.

અત્રે ઉલેખનીય છે કે, થોડા સમય પહેલા શહેરના કુબેરનગર વિસ્તારમાં પણ જર્જરિત મકાન ધરાશાયી થયું હતું જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારે ફરી એક વ્યક્તિનું મોત નીપજતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની લાલિયાવાડી ખુલ્લી પડી છે.અમદાવાદ શહેરમાં આવેલા કુબેરનગર વિસ્તારમાં આવેલા A-વોર્ડ રેલવે ફાટક પાસે આવેલી પ્રેમ બિલ્ડિંગનું ત્રણ માળનું કોમર્શિયલ કોમ્પ્લેક્ષ પડી ગયું હતું. અડધી રાત્રે બિલ્ડિંગ ધરાશાયી થયું એ સમયે ત્રણ યુવકો અંદર કામ કરતા હતા, જેમાંથી એક યુવકનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય બે લોકોને સારવાર અર્થે પાસેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *