હવે આ જગ્યાએથી મળશે કોરોનાની સૌથી સસ્તી કોવિડ-19 ટેસ્ટ કીટ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ (WHO) કોરોનામાં તપાસ કરવામાં વપરાતી કીટને મંજૂરી આપી છે. જેના દ્વારા ટૂંક સમયમાં કોરોના સંક્રમણ વિષે જાણી શકાય છે. તેની કિમત પાંચ ડોલર છે. ભારતીય રૂપિયામાં તેની કિંમત વિશે વાત કરવામાં આવે તો, તે 400 રૂપિયાથી પણ ઓછા છે. આ માહિતી WHOનાં ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહેનોમે ખુદ આપી છે. તેમણે કહ્યું છે કે, આવી લગભગ 12 કરોડ જેટલી ટેસ્ટ કીટ આવતા છ મહિનામાં તૈયાર કરવામાં આવશે. આ કીટ 133 દેશોમાં મોકલવામાં આવશે. WHO કહે છે કે, આ કીટ ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં કોરોના ટેસ્ટ વધારવામાં સફળતા મળશે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, કોવિડ-19 ના અત્યાર સુધીમાં 33,264,096 કેસ નોંધાયા છે અને 1000,010 દર્દીઓના મૃત્યુ થયા છે. તે જ સમયે 23,142,099 દર્દીઓ સાજા પણ થયા છે.

WHO કહે છે કે, આ કીટ દ્વારા કોવિડ-19 ના વિશ્વસનીય પરિણામો ઓછા ખર્ચે 15 થી 30 મિનિટમાં પ્રાપ્ત થશે. ઘણા દેશોમાં ટેસ્ટ કીટની કિમત વધુ હોવાના કારણે ટેસ્ટ ઓછા થઈ રહ્યા છે. આ ઉપરાંત કોરોના ટેસ્ટ આવવામાં પણ ઘણો બધો સમય લાગે છે. WHOએ આશા વ્યક્ત કરી છે કે, આ નવી કીટ દ્વારા કોરોના ટેસ્ટમાં વધારો થશે. ખાસ કરીને તેવા વિસ્તારોમાં જ્યાં લેબની સુવિધા ઓછી છે અથવા ઉપલબ્ધ નથી. તેવા સ્થળે આ કીટ ખૂબ અસરકારક સાબિત થશે.

WHO ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહેનોમનું કહેવું છે કે, જ્યાં કોવિડ-19 ના કેસ વધુ છે ત્યાં આ કીટ વધારે ઉપયોગી સાબિત થશે. આ કીટ તૈયાર કરવા માટે બંને ઉત્પાદકો અને ગેટ્સ ફાઉન્ડેશન વચ્ચે સમજૂતી થઈ છે. તેમની મદદથી આ કીટ વિશ્વના વિવિધ દેશોમાં મોકલવામાં આવશે. તેઓ કહે છે કે, આ કીટની કિંમત RT-PCR ની તુલનામાં ખૂબ ઓછી છે. એટલું જ નહીં, આગામી સમયમાં તેમની કિંમતમાં વધુ ઘટાડો થઈ શકે છે. તેમણે કહ્યું કે, આપણે લોકોના જેટલા ઝડપથી કોરોના ટેસ્ટ કરીશું તેટલા ઝડપથી લોકોને આઈસોલેટ કરી શકાશે અને કોરોના ઉપર ઝડપથી કાબુ મેળવી શકાશે.

ડબ્લ્યુએચઓના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે સંસ્થા પાસે ભંડોળ છે પરંતુ તેને વધુ ભંડોળની જરૂર પડશે. ટેડ્રોસ એડહેનોમનું કહેવું છે કે, બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જ્હોનસને યુએન એજન્સી અને ACT-Accelerator પહેલ અંતર્ગત COVAX ને નાણાકીય સંસાધનો પૂરા પાડવાની જાહેરાત કરી છે. આ પહેલનો હેતુ કોવિડ-19 વિરોધ ઝડપથી વૈક્સીન, નિદાન અને સારવારનો વિકાસ કરવાનો છે.

WHO આ સમગ્ર પ્રોજેક્ટ માટે 36 અરબ ડોલર ભેગા કરવાના છે. તમને જણાવી દઈએ કે, UN હેલ્થ એજન્સીને, નોવેલ કોરોના વાયરસના પહેલા કેસ નોંધાયાના 2 અઠવાડિયામાં જ ચીને જેનેટીક સિક્વન્સ વિષે માહિતી શેર કરી હતી. ત્યારબાદ WHO દ્વારા જાન્યુઆરી 2020 ના અંત સુધીમાં વિશ્વભરની 150 પ્રયોગશાળાઓને RT-PCR ટેસ્ટ કીટ મોકલવાનું શરૂ કર્યું, જેથી દેશને વાયરસની ઓળખ કરવામાં મદદ મળી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *